gajeravidyabhavanguj
બાળકોમાં અનુકરણ કરવાની કુદરતી બક્ષિશ

અનુકરણ એટલે જોઈને શીખવું કે નકલ કરવી. બાળકો શરૂઆતમાં આપણા ખોળામાં તથા પારણામાં મોટા થાય છે કે બહાર આંગણામાં રમવા લાગે છે આપણે જરા ઝીણવટથી નિરીક્ષણ કરીશું તો બાળકોનો વિકાસ કેવી રીતે થાય છે. તે આપણને દેખાઈ છે. તે કેવી રીતે શીખે છે અને શું શું શીખે છે.
જન્મેલું બાળક ખુબ જ નાજુક હોય છે .તેણે હાલતા, ચાલતા કે બોલતા કશું જ આવડતું નથી પણ તે જ બાળક બે વર્ષમાં કેટલું બધું શીખી જાય છે. આપણી જેમ બધું કરવા માંડે છે આ રીતે ઘરની બહાર રમવું, જુદા-જુદા લોકો સાથે બોલવું, નવી-નવી જગ્યા જોવાની એ બધી સ્વાભાવિક વાતાવરણમાંથી જાણવાની ઉત્સુકતા હોય છે. જેમ કે બોલવું, ચાલવું, કોઇપણ કાર્ય કરવું, હાવભાવ દરેક બાબતોનું જીણવટ ભર્યું નિરક્ષણ કરી તેનું અનુકરણ કરે છે એટલે
"બાળકોનો પહેલો શિક્ષક અનુકરણ જ છે."

બાળક કાચી માટી સમાન છે. તો માતા-પિતા એ કુંભાર છે. માતા-પિતા બાળકને જે આકારમાં ઢળશે, બાળક એ જ રૂપમાં ઢળાઈને સામે આવશે એવી જ રીતે માં-બાપ બાળકોનું જેવું પાલન-પોષણ કરશે. તેવા સંસ્કાર બાળકમાં આવશે અને બાળકનું ભવિષ્ય એવું જ બનશે એટલા માટે બાળકો હંમેશા માં-બાપની આદતો અને વ્યવહારોનું અનુકરણ કરે છે.
બાળકોમાં પ્રબળ અનુકરણ શક્તિ હોય છે. બાળકો બોલતા શીખે છે. તે પણ તેમના ઘરના સભ્યોનું સાંભળીને જ બોલે છે. તે જાતે કોઈ નિર્ણય લેવા શક્તિમાન ન હોવાથી બીજાનું જોઇને કે સાંભળીને જ વર્તન કરે છે. આપણે બાળકોને સારું છે કે ખરાબ તેમ કહીએ તો તેમાં બાળકોનો કોઈ વાંક હોતો નથી. તેણે બીજાનું જોઇને તેનું અનુકરણ કર્યું હોય છે જો બાળક પાસે અપેક્ષા રાખવી હોય તો પ્રથમ ઘરના સભ્યોને સારી ટેવોનો અમલ કરવો જોઈએ.
બાળકોમાં શિક્ષકનું અનુકરણ

શિક્ષકોની શિક્ષણ પત્યેની દ્રષ્ટિ, વિચારો, ક્ષમતા અને અભિગમની અસર બાળકો ઉપર પડે છે. બાળકો શિક્ષકની વાણી અને વર્તનનું હાવભાવ, જીવનશૈલીનું તેના વેશ-પરિધાન જોઇને બાળક તેના પરથી અનુકરણ કરતા શીખે છે.
વર્ગખંડમાં પણ બાળક પોતાના શિક્ષકનું અનુકરણ કરે છે અને તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરે છે.બાળકો પોતાનો મોટા ભાગનો સમય શિક્ષક સાથે પસાર કરે છે.તેથી તેમના શિક્ષક તેના માટે એક રોલમોડલ ની ભૂમિકા ભજવે છે.

નાના બાળકોને સમજવા જોઈએ તેમની પસંદ, નાપસંદ જાણવી જોઈએ. તેમજ શારીરિક અને માનસિક વિકાસને ઓળખવો જોઈએ. જો આમ થશે તો દરેક માતા-પિતા અને શિક્ષકો બાળકના વિકાસમાં સાચા અર્થમાં સહભાગી થઈ શકશે.કહેવાઈ છે કે કુમળા છોડને જેમ વાળે તેમ વળે છે. તેમ તેવીજ રીતે પણ નાના બાળકોને જેવી કેળવણી આપો તેમ કળવાય છે.