top of page
  • Writer's picturegajeravidyabhavanguj

માતૃ સંમેલન

“બાળક પિતા નો નિબંધ અને માતાનું કાવ્ય છે”


માતા દુનિયાની નિ:સ્વાર્થ વ્યક્તિ છે. જે હંમેશા તેના બાળકને પ્રેમ કરે છે, દરેક બાળક માટે તેની માતા તેના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.

માતા બાળકનો પેહલો આધાર છે. જયારે પિતા બાળકના સંપૂર્ણ જીવનનો આધાર છે.માતા-પિતા બાળકને નૈતિક રીતે ટેકો આપે છે.અને જીવનમાં વધુ સારી વ્યક્તિ બનવા માટે પણ તૈયાર કરે છે.

માતાએ બાળકની શ્રેષ્ઠ મિત્ર છે. જ્યારે પિતાએ બાળક માટે શ્રેષ્ઠ માર્ગદર્શક છે, જે હંમેશા તના બાળકને જીવનની તમામ સફળતા હાંસલ કરવા માટે સમર્થન અને માર્ગદર્શન આપે છે. તેઓ માત્ર બાળકને ટેકો જ નથી આપતા પણ જરૂર પડે ત્યારે તેમની સાથે કડક પણ બને છે.



માતા-પિતા હંમેશા પોતાના સંતાનને દુનિયાનો સર્વશ્રેષ્ઠ મનુષ્ય બનાવવામાં મોંઘામાં મોંઘુ ભણતર આપી તેમનામાં સંસ્કારોનું સિંચન કરે છે, એટલે જ તો શાસ્ત્રોમાં માતા-પિતાના ચરણો ને “સાચું તીર્થ” કહ્યું છે.

બાળકનું સ્વતંત્ર રીતે જીવન જીવવાની તક આપી એ માતા-પિતાની નૈતિક ફરજ છે. પરંતુ આજના ઝડપી અને ડિજિટલ યુગમાં એકલવાયું થઈ ગયું છે. માતા-પિતા બાળકના સાંવેગિક વિકાસથી સચેત થાય તે માટે તારીખ ૧૪/૦૨/૨૦૨૩ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં “માતૃ સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧ અને ૨ ના વિદ્યાર્થીઓની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનમાં શાળાના પ્રિન્સિપલ શ્રી ભાવિષાબેન સોલંકી અને શાળાના કો-ઓર્ડીનેટર શ્રી જયેશભાઈ પટેલ દ્વારા સુંદર વક્તવ્ય કરવામાં આવ્યું હતું. જેમાં બાળકનો સુયોગ્ય ઉછેર, માતા-પિતાની બાળક પ્રત્યેની અપેક્ષાઓ, માતા- પિતાની જવાબદારી, માતા-પિતા અને બાળક વચ્ચે મિત્રતાપણું હોવું વગેરે વિશે સુઆયોજિત અને સુસ્પષ્ટ રીતે સમજ આપવામાં આવી હતી.

આ “માતૃ સંમેલન” માં બાળકોના માતા ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તે બદલ ગજેરા શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.

“ માતાએ પ્રેમની ધાર છે.

પિતાએ જીવનનો આધાર છે”.

1,184 views0 comments
bottom of page