top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકોની શીખવાની શ્રેષ્ઠ પધ્ધતિ- અવલોકન

“જે હું સાંભળું છું તે ભૂલી જાઉં છું,

જે હું જોઉં છું તે મને યાદ રહે છે,

અને જે હું કરું છું તે જ મને આજીવન યાદ રહે છે.”

  • દરેક બાળક જન્મ સમયે શીખવાની કુદરતી શક્તિ લઈને આવે છે. પક્ષીના બચ્ચામાં ઉડવાની અને માછલીમાં તરવાની કુદરતી વૃત્તિ રહેલી છે. શીખવું એ દરેક સજીવની ખાસિયત છે. દરેક બાળકમાં જન્મજાત શીખવાની વૃત્તિ રહેલી છે.

  • બાળક જ્ઞાનેન્દ્રિયો અને મગજનો ઉપયોગ કરીને શીખે છે અને શીખવા માટે તે પોતાની અવલોકન અને અનુકરણ શક્તિનો ઉપયોગ કરે છે.

  • અવલોકન પધ્ધતિમાં કાન અને વાણીને બદલે આંખોનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા પર ભાર મુકવામાં આવે છે. આમ, શીખવું એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. દરેક બાળકે શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે.

  • બાળક સૌપ્રથમ અવલોકન કરે છે એ જે ચીજનું અવલોકન કરે છે. તેને પહેલાં તો નાના નાના ભાગોમાં વહેંચી કાઢે છે. આ દરેક ભાગને એ અલગ અલગ કરીને જુએ છે. પછી આ બધા ભાગોના અવલોકનનું એ સંકલન કરે છે અને આ રીતે એના મગજમાં એનું સંપૂર્ણ માનચિત્ર તૈયાર કરે છે. અવલોકન કરતી વખતેએ પોતાની એકાગ્રતા અને તાલીમતાને પુરેપુરી કામે લગાડે છે.

'અવલોકન એ જ શ્રેષ્ઠ શિક્ષક છે'

  • કોઈપણ ઉંમરના બાળકને શીખવા માટે જરૂરી તક પૂરી પાડવી જોઈએ. દરેક બાળક પાસે શીખવા માટે આવશ્યક નૈસર્ગિક સંસાધનો છે એની પાસે વિકાસશીલ ઇન્દ્રિયો છે. એ અપાર કુતૂહલવૃત્તિ અને અવલોકન શક્તિ ધરાવે છે. એ મોટાઓનું અનુકરણ કરીને શીખે છે. શાળામાં શીખવાડવાની પધ્ધતિ બાળકની પોતાની સ્વમેળે શીખવાની રીત જોડે સુસંગત હોવી જોઈએ.

  • કોઈપણ બાળકને એના પાલકની મદદ વગર એની આસપાસની ચીજવસ્તુઓ જોડે અંત:ક્રિયા કરતું હોવું જોઈએ તો આપણને એની અંદર એક વિજ્ઞાનીના દર્શન થશે. એ ભૂલો કરશે, પણ એને પારખીને પોતાની જાતે સુધારી પણ લેશે.

  • શાળાના પાઠ્યપુસ્તકોની બહાર એક વિરાટ વિશ્વ છે. આ વિશ્વ જ્ઞાનના ઘૂઘવાટા વિરાટ સમુદ્ર જેવું છે. બાળક સંપૂર્ણ અજ્ઞાનતા સાથે એના જીવનની શરૂઆત કરે છે. પોતાની અવલોકન તેમજ કલ્પનાશક્તિની મદદથી તે પૂર્ણ જ્ઞાનની દિશા તરફ જીવન યાત્રા પૂર્ણ કરે છે.

  • વાલી અને શિક્ષકો સાથે મળીને બાળકને અવલોકનલક્ષી શિક્ષણ આપે તો તે બાળક સાચા અર્થમાં જીવનલક્ષી કેળવણી મેળવશે.

109 views0 comments
bottom of page