gajeravidyabhavanguj
બાળકોના શિક્ષણ માટે નવી ટેકનોલોજીની પાંખ - મલ્ટીમીડિયા સ્ટુડિયો

સમાજ પરિવર્તનશીલ છે. સતત બદલતા સમાજમાં મુલ્યો પણ બદલાવવા લાગ્યા અને મૂલ્યો બદલાતા કાળક્રમે પ્રાચીન ગુરુકુળ પ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન થતું રહે છે.
પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાંથી બહાર નીકળી નવી-નવી ટેકનોલોજી અને ઈન્ટરનેટની દુનિયામાં આજે આપણે પ્રવેશ કર્યો છે શાળાઓમાં આજે ઇન્ટરનેટના

માધ્યમથી મોબાઇલ, લેપટોપ અને કમ્પ્યૂટર દ્વારા ઓનલાઇન પધ્ધતિથી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. શાળાઓ આજે આધુનિક બની રહી છે જ્યાં પહેલા વૃક્ષોના છાંયડા નીચે બેસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેને સ્થાને એ.સી વાળા કલાસરૂમ આવી ગયા છે. દીવાલ પરના બ્લેકબોર્ડનું સ્થાન આજે ગ્રીનબોર્ડ અને કોમ્યુટરની LED સ્ક્રીને

લીધું છે. શિક્ષણની આવતીકાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના પાયા પર ચણાશે તેમા બે મત નથી અને એના માટે શિક્ષકોએ અને બાળકોએ અત્યારથી જ સજ્જ રહેવું પડશે.
સમયની માંગ અનુસાર ગજેરા વિદ્યાભવનમાં મલ્ટીમિડિયા સ્ટુડિયો નું નિર્માણ કરવામાં આવ્યું છે ડીજીટલ ટેકનોલોજી,ઓનલાઈન શિક્ષણને સરળ અને રસપ્રદ બનાવવા માટેનું મહત્વનું કૌશલ્ય બની ગયું છે ગજેરા ટ્રસ્ટ બાળકોના સર્વાંગી વિકાસ અને

ગુણવત્તાયુક્ત શિક્ષણમાં માને છે તે બાળકોને શૈક્ષણિક ક્ષેત્રમાં તમામ સુવિધાઓ આપવામાં સદા અગ્રેસર રહે છે.ટ્રસ્ટે ઓનલાઈન પ્લેટફોર્મ અને સંસાધનો પૂરા પાડવા માટે મલ્ટીમિડિયા સ્ટુડિયોનું નિર્માણ કર્યું છે. સ્ટુડિયોમાં શિક્ષકો

પોતાના વિષય અનુસાર વિવિધ વીડિયો રેકોર્ડ કરી શકે છે અને સારા વિડીયો, સારા સાધનો અને સેટઅપથી જ શક્ય બને છે. આ વિડીયો બાળકો વધુ ઉત્સુકતા અને રસપૂર્વક જોઈ શકે છે. સ્ટુડિયોમાં વ્યવસાયિક ગુણવત્તાવાળા, માઈક હાઇ-રીઝોલ્યુશન કૅમેરા, ગ્રીન સ્ક્રીન, લાઇટિંગ સિસ્ટમ, અત્યાધુનિક ટેબલેટ, નવિનતમ ગોઠવણી સાથે પર્સનલ કોમ્પ્યુટર નિષ્ણાંત એવા શ્રી દર્શક સર અને

ગ્લાસ બોર્ડની મદદથી શ્રેષ્ઠ વિડીયો બનાવી શકે તેવા શિક્ષકો દ્વારા બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિવિધ તહેવારો નું જીવંત પ્રસારણ કરવામાં આવે છે જે શિક્ષકો અને બાળકો માટે ખૂબ જ સુગમતા ધરાવે છે. અમારા નાના બાળકોએ પણ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સ્ટુડિયોમાં તેમની કુશળતા આધારિત વિડિયો રેકોર્ડિંગ કર્યું હતું.