gajeravidyabhavanguj
બાળકોને પ્રિય વાર્તા- કલ્પનાની દુનિયા સાથે એક અતુટ અને અનોખો સબંધ....
‘તંદુરસ્ત બાળઉછેરનો ઉચિત અભિગમ એટલે બાળવાર્તા’

બાળકોનો વાર્તા સાથે એક અનોખો સબંધ હોય છે. બાળકોના મન પર વાર્તાઓ ઝડપથી કાબુ મેળવી લે છે. એમાં પણ શિક્ષકો બાળકોને વાર્તાની મદદથી શૈક્ષણિક મુલ્યોની સહેલાઈથી સમજણ આપી શકે છે. વાર્તા એ એક એવી દુનિયા છે, જ્યાં ઘણાં સંજોગોનો સમન્વય આપોઆપ થઇ જાય છે.
બાળવાર્તાઓ બાળકોને ભવિષ્યની અનોખી સફરે લઈ જાય છે. કલ્પનાના વિશ્વમાં લટાર કરાવે છે. પક્ષીઓ, પ્રાણીઓ અને અન્ય પાત્રોના માધ્યમ દ્વારા તેમણે જીવનની ગળથૂથી પીવડાવવામાં આવે છે.
બાળકોમાં સર્જનાત્મકતા કેળવવા માટે વાર્તાઓ કહેવી જરુરી છે, વાર્તા દ્વારા કલ્પનાઓનો વિકાસ થાય, શબ્દ ભંડોળ વધે તેમજ નવું જાણવા મળે.
વાર્તાથી બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય અને જ્ઞાનનો પણ પૂરતો વિકાસ થાય છે.
વાર્તા બાળકોને આનંદ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે બાળકો કલ્પનાશીલ હોવાથી તેમને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે તેઓ વાર્તાના પાત્રોને પોતાના સમજે છે અને તેના થકી તે અનુકરણ કરીને સારી બાબતો શીખે છે.

વાર્તા એ બાળમાનસ પર એક ઊંડી છાપ છોડી જાય છે. વાર્તા દ્વારા બાળકમાં સાહસવૃત્તિ, પ્રમાણિકતા, સત્ય, અહિંસા જેવા ગુણોનો વિકાસ થાય છે અને બાળકને એક ઉત્તમ નાગરિક બનવા તરફ પ્રેરણા આપે છે.

વાર્તા દ્વારા બાળક આપણી પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિની ઓળખ મેળવે છે. દા.ત. કૃષ્ણકથા, રામકથા, પંચતંત્રની વાર્તા, રાજા-મહારાજાની વાર્તા માંથી જીવન ચરિત્રના બોધપાઠ મેળવે છે.
ટુકમાં, બાળકના સર્વાગી વિકાસનો આધાર બાળવાર્તા પર રહેલો છે.