gajeravidyabhavanguj
ખેલોત્સવ દ્વારા કેળવીએ શારીરિક સ્વાસ્થ્ય
"ના હારના જરૂરી હૈ, ના જીતના જરૂરી હૈ,
જીંદગી એક ખેલ હૈ, ઉસે ખેલના જરૂરી હૈ”

બાળકોના જીવનમાં રમતનું મુલ્ય
રમત એક વિશાળ તેજસ્વી વિન્ડો છે. જેના દ્વારા વિચારોના ઉપભોકતુપ પ્રવાહ બાળકની આધ્યાત્મિક દુનિયામાં રહેવામાં આવે છે. આપણે આપણા સંતાનોને આહાર-ઉછેર સાથે લાડકોડમાં ઉછેરીએ છીએ. રમવા-જમવાની સાથે તમામ કાળજી લઈએ છીએ. પહેલાં આવી કોઈ કાળજી ન લેતા ત્યારે તો બાળકો તડકો, ટાઢ, ધૂન, વરસાદ જેવા વાતાવરણમાં મોજથી હસતાં-કુદતા-ખેલતા બાળકો હતા.
રમત, એક વધતા બાળકોના શરીરીની જરૂરીયાત છે. રમતમાં બાળક નવા જ્ઞાન, કુશળતા પ્રાપ્ત કરે છે. રમતાં કે જે દ્રષ્ટિકોણ,ધ્યાન, યાદશક્તિ, વિચારસરણી, સર્જનાત્મકતા ક્ષમતાઓના વિકાસમાં ફાળો આપે છે.

બાળકોમાં રમત-ગમત મિત્રતા અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. રમત રમવાથી બાળકોમાં સ્વ-શિસ્ત અન્ય પ્રત્યે આદર, નેતૃત્વ, કુશળતા ટીમવર્ક જેવા ગુણો કેળવાય છે. તેમજ રમત-ગમતથી શરીર પણ સ્વસ્થ અને નિરોગી રહે છે.
“શુભમ કરોતું કલ્યાણમ આરોગ્યમં ધન સંપદા. શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે.”

કોઈપણ કાર્યમાં દીપનું પ્રાગટ્ય શુભ મનાય છે. કાર્યની સફળતા અને રમતની સિધ્ધી માટે અગ્નિ પ્રાગટ્ય જરૂરી છે. અમારા બાલભવનમાં ખેલમહોત્સવની શરૂઆત માર્ચ પાસ ધ્વારા કરવામાં આવી અને તેથી જ પ્રાગટ્ય મશાલ પ્રજવલિત કરી અમારા આચાર્યાશ્રી સુનિતા હિરપરા અને ઉપાચાર્ય બિનીતા પટેલ એ માર્ચ પાસની શરૂઆત કરી. રમોત્સવનો શુભારંભ કર્યો અને બાળકોએ મોટીવેશન ડાન્સ દ્વારા બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને રમતના નીતિ નિયમો અંગેની શપથ લેવડાવવી હતી.
"નિરોગી શરીર સુખી જીવનની ચાવી છે.”
બાળકના સમગ્ર વિકાસમાં રમત સૌથી અગત્યનો અને ઉપયોગી ભાગ ભજવે છે. રમત બાળકના શારીરિક, માનસિક, બૌદ્ધિક તેમજ શૈક્ષણિક વિકાસને વેગ આપે છે.
બાળકમાં નીડરતા, સાહસિકતા, જુથકાર્ય, હાર-જીત, રમુજી જેવા ગુણોનો વિકાસ થાય એ હેતુથી અમારા બાલભવનમાં વર્ચ્ચુઅલ ખેલોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં નર્સરીમાં Zig zag race & Balance the balloon જુ.કેજી. માં Balance the glass, Adventure obstacle race & Jumping to throw ring તેમજ સિ.કેજી. માં Ring snatching, Animal Jumping race & Adventure game જેવી રમતો રમાડવામાં આવી હતી. બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
"અપને હોંસલો કે બલ પર, હમ અપની પ્રતિભા દિખા દેંગે,
જો કહેતે હૈ ખુદ કો સિતારા, જગમગા કર ઉનકે આમને,
ચમક ઉનકી કર દેગે ફીકી, ઔર સુરજ ખુદ કો બના લેંગે”