gajeravidyabhavanguj
બાળકોની કલ્પનાની રંગીન દુનિયા

પ્રાચીનકાળથી માનવી કલાક્ષેત્ર સાથે જોડાયેલો છે. ચિત્રકલા આનંદલક્ષી અભિવ્યક્તિ છે. કુદરતના સર્જનો અને આસપાસના અવલોકનો તેમજ હૃદયની ઉર્મીઓને રજુ કરવાનું અસરકારક માધ્યમ એટલે ચિત્રકળા.
નાનપણથી જ બાળક જે નિહાળે છે, તેને પોતાની નજરથી રજુ કરતું હોય છે અને ચિત્ર દ્વારા તેને કાગળ પર ઉતારે છે.
"વિચાર છલકાય,
કેનવાસ મલકાય"
પ્રાચીનકાળથી આજના આધુનિક યુગ સુધી કલાના નિરંતર પ્રયોગો થયા છે અને તેનો વિકાસ થયો છે. બાળકમાં કલ્પના શક્તિ અને સર્જનાત્મકતાને ઉતેજીત કરવા ચિત્રકામ અસરકારક માધ્યમ છે. બાળક દ્વારા તૈયાર થયેલા ચિત્રો, રંગો થીમ, આકૃતિ વગેરે ઉપર ચર્ચા ગોઠવીને બાળકની ભાષા અભિવ્યક્તિ વિકસાવી શકાય છે.
'ચિત્ર- વ્યક્તિથી વ્યક્તિત્વ સુધી...'
બાળકના હાથના સ્નાયુઓ કેળવાય તેમજ બાળકોને રંગોની ઓળખ થાય એ માટે અમારી શાળામાં 'રંગપૂરણી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ચિત્રમાં ખુબ જ સુંદર રંગપૂરણી કરી હતી.