top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન – શાળા પ્રવેશોત્સવ


શાળામાં પ્રવેશોત્સવ- સ્કુલ ચલે હમ

“પતંગિયું કે મમ્મી મમ્મી ઝટ પાંખો પહેરાવ,

ઉઘડી ગઈ છે સ્કુલ અમારી ઝટ હું ભણવા જાવ”

મા, માતૃભુમી અને માતૃભાષાનું જેટલું મહત્વ બાળકના જીવનમાં હોય છે. તેટલું જ મહત્વ બાળકની માતૃશાળા અર્થાત તેની પ્રથમ શાળાનું હોય છે.

શાળા એવી હોવી જોઈએ. જે બાળકને જીવનમાં આગળ વધવાનો માર્ગ અને દિશા બતાવે અને એ માર્ગ પર બાળકને જાતે આગળ વધવાનો મોકો, પ્રોત્સાહન અને શિક્ષણ આપે.

શાળા એ બાળકને આપવમાં આવતા જ્ઞાનનો મૂળભૂત પાયો છે. શિક્ષણ એ ખુબ જ ઉપયોગી અને મુલ્યવાન પ્રક્રિયા છે. શિક્ષણ એ માનવના સર્વાગી વિકાસની પ્રક્રિયા છે “તમસો માં જ્યોતિર્ગમય” ના સુત્ર પ્રમાણે કેળવણી અજ્ઞાન રૂપી અંધકાર માંથી માનવને જ્ઞાન પ્રકાશ તરફ ગમન કરવા પ્રેરે છે. આથી જ કેળવણી એ સંસ્કાર શિલ્પ છે.

આમ, અણઘડ પત્થર માંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્યમૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.

“શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી”

શિક્ષણ મેળવવાનું સૌથી ઉચિત સ્થળ એટલે શાળા. બાળક જયારે શાળાએ જવાનું શરૂ કરે એ પછી જ તેના પધ્ધતિસરના શિક્ષણની શરૂઆત થાય છે. વિદ્યાર્થી જીવન એ માનવ જીવનને જીવનભર યાદ રહે છે. તે પૈકી શાળાનો પ્રથમ દિવસ એટલે કે “શાળા પ્રવેશોત્સવ” અવિસ્મરણીય બની રહે છે.

શાળાનો પ્રથમ દિવસ દરેક વ્યક્તિને અલગ-અલગ રીતે યાદ રહે છે. કોઈ બાળક ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે વિદ્યાર્થી જીવનનો આરંભ કરે છે. તો કોઈ અજાણી દુનિયામાં આવી ગયા હોય ટેવો અનુભવ કરે છે.

માતાનો મમતામય પાલવ અને પિતાની હૂંફાળી હુંફ છોડી બાળક શિક્ષકની આંગળી પકડીને શિક્ષણ જગતમાં પ્રવેશ કરે છે.

“શાળા વિશ્વનું સૌથી પવિત્ર અને વિશ્વને સૌથી વધુ અસર કરતું પરીબળ છે.”

નવી આશા, નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આજરોજ અમારા બાલભવનમાં નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ ની શરૂઆત કરવામાં આવી. બાળકના પ્રવેશોત્સવની શરૂઆતમાં સરસ્વતી પૂજન અને વડીલોના આશિર્વાદ સાથે કરવામાં આવી. શિક્ષકોએ બાળકોને કુમકુમ અને અક્ષતનું તિલક કરી. ઢોલના પડઘમ અને ડાન્સ દ્વારા ભવ્ય સ્વાગત કર્યુ.

“નાની મારી સ્લેટ અને નાની ચોપડી,

શાળાએ જવાની મને મજા રે પડી,

મમ્મી-પપ્પા આવજો હું શાળા એ જાવ,

ઘંટ પડે ને પાછો ઘરે આવી જાવ”



823 views0 comments
bottom of page