gajeravidyabhavanguj
બાળકોની આંખોમાં ઝાંખીએ અને પ્રતિભાને પોંખીએ

પ્રકૃત્તિમાં અસીમ વૈવિધ્ય છે. આ વૈવિધ્ય માનવપ્રકૃત્તિમાં પણ સહજપણે રહેલું છે. આ વિશ્વમાં જન્મતું પ્રત્યેક બાળક અનંત ક્ષમતાઓના બીજ લઈને જન્મે છે. પ્રત્યેક બાળકમાં રહેલી પૂર્ણતાની ઓળખ અને તેનું પ્રગટીકરણની પ્રક્રિયાને આપણે શિક્ષણ કહીએ છીએ પ્રત્યેક બાળકમાં રહેલી અન્નતાનું જતન અને સંવર્ધન ત્યારે જ શક્ય બને જયારે બાળકને તેની જાતની સાથે ઓળખાણ કરાવવામાં આવે બાળકની અસીમતા, વિશેષતાને અનન્યતા જેમ-જેમ છતી થાય તેમતેમ તેના વિકાસની પ્રક્રિયા સહજ બનતી જાય છે.
બાળકમાં પ્રતિભાને અંકુરીત કરવા અને તેને સોળે કળાએ ખીલવવા માટે તેની પ્રતિભાને અનુરૂપ સાધન પ્રયુક્તિઓ પણ પ્રયોજવી પડે છે. શાળામાં આવા હીરાને શોધીને તેને ચમકાવવાનું કામ શિક્ષકોનું છે.
મહાન કવિ ગેટે કહ્યું છે કે “બાળક જેટલી શક્તિઓ લઈને જન્મે છે એનો વિકાસ જો એજ રીતે થાય તો આ જગત પ્રતિભાઓથી ભરાઈ જાય છે. બાળકોમાં રહેલી ક્ષમતાઓને ઓળખી જો તેને યોગ્ય રીતે મંચસ્થ કરવામાં આવે તો બાળકો સફળતાના ઉચ્ચત્તમ શિખર સુધી પહોંચી શકે છે.
સફળતાના આ શિખર પાર કરવાની સીડી એટલે ‘સુનિતા મેકર્સ સ્પેસ’ જ્યાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમની પ્રતિભાને નિખારવાનું કાર્ય કરવામાં આવે છે. ‘સુનિતા મેકર્સ’ અંતર્ગત અમારી શાળામાં વિવિધ કલ્બ એકટીવીટી કરવામાં આવે છે. જેથી બાળક પોતાના મનપસંદ ક્લબમાં જોડાઈને પોતાની પ્રતિભાને લોકો સમક્ષ પ્રદર્શિત કરી શકે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં બાળક જ રહેલું છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે.
"સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે."
બાળકના અભ્યાસને લગતી યોગ્ય માહિતી અને આવનારા માસનું આયોજન વાલીશ્રીને મળે તે હેતુથી આજ રોજ અમારી શાળામાં વાલીમિટીંગ રાખવામાં આવી હતી. જેમાં દરેક વાલીશ્રી ખુબ જ ઉત્સાહપૂર્વક આવ્યા હતા. શિક્ષકો દ્વારા કલ્બની સમજ આપવામાં આવી હતી. જેથી વાલીશ્રીને કલ્બ અને અભ્યાસક્રમને લગતી યોગ્ય માહિતી અને માર્ગદર્શન મેળવ્યું.