top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકની સ્વપ્નસૃષ્ટિ - રમકડાં


“ટરરર ટર રર ટમટમ ટમ કરો રમકડાં કુચ કદમ”

રમકડાં એટલે બાળકો દ્વારા રમવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ કે સાધન, વિશ્વના દરેક સમાજમાં બાળક રમકડે રમે જ છે. ધુધરો, દડો, ઢીંગલી, રથ કે ગાડી જેવા રમકડાં પ્રાચીન કાળથી બાળકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવતા રહ્યાં છે. રમકડાથી બાળકને મનોરંજન પૂરું પડે છે. તે બાળકને જ્ઞાન પણ આપે છે અને તેનું કૌશલ વિકસાવે છે. તે બીજા બાળકો સાથે હળીમળીને રહેતા શીખવે છે.

“રમકડાંની ગાડી આવી, શું...શું લાવી,

હાથી, ઘોડા, વાંદરા લાવી, હાઉં....હાઉં.... કુતરા લાવી,

સરસ મજાની ઢીંગલી લાવી, પડઘમ પીંપ વાજા લાવી...”

ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક કવિતામાં કહ્યું છે કે “એક રમકડું બાળકોની ખુશીઓને અનંત દુનિયામાં લઈ જાય છે, રમકડાં નો એક-એક રંગ બાળકોના જીવનમાં અનંત રંગ પાથરે છે”

‘રમકડાં’ નામ સાંભળતા જ દરેક બાળકના ચહેરા પર એક અનેરી ખુશી છલકાય છે. બાળપણ સાથે વણાયેલો શબ્દ એટલે રમકડાં.

એક બાળક જયારે જન્મ લે છે ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકનું જીવન નવી આશાઓ, નવી ઈચ્છાઓ, નવા સપનાઓ સાથે ખુશીઓથી ભરી દેવા માંગે છે. અને તેનું સૌથી ઉચિત માધ્યમ છે રમકડાં.

રમકડાં દ્વારા બાળક પોતાની લાગણીઓને અસરકારક રીતે રજુ કરી શકે છે. ઘણીવાર બાળક જે વાત બોલી નથી શકો ત્યારે રમકડાં સાથે રમતાં-રમતાં સહજતાથી દર્શાવી શકે છે.

બાળકોનું જીવન ‘નિખારે’ છે રમકડું

રમકડાંની પસંદગી બાળકને શું ગમે છે? તેને કઈ બાબત માં રસ છે? તે પ્રમાણે હોવી જોઈએ. બાળકોના શારીરિક અને માનસિક વિકાસને વધારવામાં રમકડાં અગત્યનો ભાગ ભજવે છે. બાળક પોતાના ભવિષ્યના સપના અને પોતાનું ધ્યેય નક્કી કરે છે.

આજે રમકડાં વિશ્વમાં ટેડીબેર અને બાર્બીડોલ જેવા આધુનિક રમકડાંઓએ પોતાનું સ્થાન બનાવી લીધું છે. ગેડીદડા, શતરંજ, ચોપાટ જેવી પરંપરાગત રમતો અને રમકડાં ધીમે-ધીમે લુપ્ત થતાં જાય છે. આજે ટેકનોલોજીની હોડમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ જેવા સાધનોને લીધે બાળકોનું બાળપણ અંધકારમય બનતું જાય છે.

આજનું બાળક ધીમે ધીમે પોતાનું ભોળપણ અને નિર્દોષતા ગુમાવી રહ્યું છે. બાળક રમકડાંની દુનિયા થી ફરી પરિચિત થાય એ હેતુથી અમારા બાલભવનમાં ‘ટોય ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ નાટક દ્વારા રમકડાંનું મહત્વ સાજાવ્યું અને અભિનય ગીત રજુ કર્યુ. બાળકો પણ પોતાનું મનપસંદ રમકડું ઘરેથી લઈને આવ્યા હતા અને મિત્રોની સાથે રમકડાંથી રમવાની મજા માણી હતી.


593 views0 comments

Recent Posts

See All
bottom of page