top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકનું સર્વાગી મુલ્યાંકન


“ભારતનું ભાવી તેના વરખંડોમાં ઘડાઈ રહ્યું છે” આ ઉક્તિ ઘણીવાર જગતમાં કાને અથડાતી રહે છે. ‘શિક્ષણ’ ત્રણ અક્ષરનો શબ્દ પરંતુ એક લાંબી આજીવન ચાલતી પ્રક્રિયા. શિક્ષણ એ સ્થિર નથી પરિવર્તનશીલ છે. પ્રાચીન શિક્ષણ પ્રથા ગુરુકુળ પ્રણાલી, મધ્યયુગીન શિક્ષણ, ગાંધીયુગનું શિક્ષણ અને પ્રવર્તમાન ‘ઓનલાઈન એજ્યુકેશન’ ક્રમશ: શિક્ષણનું આધુનિકરણ જોવા મળે છે. શિક્ષણ વ્યક્તિને પોતાની કારકિર્દી ઘડવાની સગવડતા પ્રદાન કરે છે.

બાળક એક માટી છે. શિક્ષક એક ઘડવૈયો છે. જેમ કુંભાર માટી માંથી વાસણ બનાવે છે, તેમ શિક્ષક બાળકના જીવનનું ઘડતર કરે છે. જીવન લક્ષી કેળવણી અને વ્યવહાર એ વિદ્યા અભ્યાસનું પ્રથમ પગથિયું છે.

શિક્ષણ અથવા કેળવણી એ દરેક યુગની જરૂરીયાત છે. અણઘડ પત્થર માંથી માનવને શ્રેષ્ઠતમ ચારિત્ર્ય મૂર્તિમાં પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે. શિક્ષણ એ માત્ર પરિક્ષાલક્ષી નહી પરંતુ જીવનલક્ષી હોવું જોઈએ.

“જીવન તો અઘરા સવાલો થી ભરેલી છે કિતાબ,

જેના આપણે જ શોધવાના છે જવાબ,

ને મુશ્કેલીઓતો આવે છે, માર્ગમાં બેહિસાબ,

પણ કઈ જ અશક્ય નથી જો પુરા કરવા છે,

જોયેલા ખ્વાબ...”


શિક્ષણ કાર્ય દરમિયાન બાળકનું હૃદય જ્યાં સુધી શિક્ષણ કાર્યમાં પ્રવૃત્ત ન થાય ત્યાં સુધી શિક્ષણ કાર્યની કાયમી સફળતા સર્જી શકાય નહિ. બાળકની અભ્યાસ પ્રત્યેની રુચિ એ શૈક્ષણિક સફળતાના પાયામાં છે.

બાળકમાં અભ્યાસ પ્રત્યે પ્રેમ, રસ અને ઉત્સુકતા જાગ્રત થાય એ હેતુથી અમારા બાલભવનમાં “ગમ્મત સાથે જ્ઞાન” આપવામાં આવે છે. તેથી જ બાળકોને દરેક વિષયમાં ક્રિએટીવ એકટીવીટી દ્વારા વિવિધ પ્રોપ્સ અને પ્રત્યક્ષ વસ્તુઓ ની મદદથી અસેસ્મેન્ટ લેવામાં આવ્યું હતું.

જેના થકી બાળકમાં રહેલા જ્ઞાનાત્મક અને ગુણાત્મક પાસાઓની માહિતી મળે છે.


171 views0 comments
bottom of page