top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકના શિક્ષણ માટે એક નવી પહેલ - હસ્ત કૌશલ્ય સ્પર્ધા


બાળકના જીવનનું દર્પણ "માતા-પિતા"

માનવ જીવનમાં બાળઉછેરનુ ખૂબ જ મહત્વ રહેલું છે. બાળકનો ઉછેર કેવી રીતે થાય છે તેના આધારે તેના સમગ્ર વ્યક્તિત્વનું પિંડ ઘડાય છે. બાળકોને જો શ્રેષ્ઠ અને સફળ બનાવવા હોય તો માતા પિતાએ શરૂઆતથી ધ્યાન આપવું જોઈએ. બાળકોનું મન ખૂબ જ કોમળ અને જિજ્ઞાસુ હોય છે.

બાળકો પોતાની આસપાસ ની દરેક ચીજોનું ખૂબ જ સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરે છે અને તેને શીખવાનો, જાણવાનો પ્રયાસ કરે છે. દરેક બાળક માટે તેના માતા-પિતા રોલ મોડેલ છે અને આ આગળ જઈને તેના ઘડતરનો પાયો બને છે. આથી બાળકમાં કુમળી વયે જ સંસ્કાર સિંચન આવશ્યક છે.

બાળકનો પ્રથમ પ્રેમ માતા પ્રત્યે છે, પછી પિતા પ્રત્યે હોય છે. માતા પિતાની ઓથે, તેના પ્રેમ પિયુષ થી પોષિત બાળક વટવૃક્ષ બને છે. છોડને ઓથ ન મળી હોય તો આડુ-અવળું ગમે તે દિશામાં ફૂટી નીકળે છે. માતા પિતાની હુકમાં બાળકની ગ્રહણ શક્તિ ઘણી જ વધી જાય છે અને તેનો વિકાસ ઝડપી અને સુંદર રીતે થાય છે.

બાળક દરેક પ્રવૃત્તિ નકલ દ્વારા શીખે છે. ઘરમાં કે બહાર માતા પિતાનું અનુકરણ બાળકો અચૂક કરે છે અને તેથી જ માતા પિતા તેમના બાળકો માટે મિત્ર અને સલાહકારની એમ બેવડી ભૂમિકા ભજવે છે. બાળક વિકાસનું પ્રથમ પગથિયું છે.

શિક્ષણ, માતા-પિતા એ જ બાળકના પહેલા શિક્ષક છે. બાળકને પાયાનું જ્ઞાન તેમના તરફથી જ મળે છે. માતા-પિતાના વર્તન વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સારે છે. એક આદર્શ માતા પોતાના બાળકની સાથે પ્રેમ અને મમતા ભર્યો વ્યવહાર કરવાની સાથે ભાવિ જીવનમાં આવનારી કઠોર પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાના માર્ગમાં આગળ વધી શકે તે માટે તત્પરતા દાખવતી હોય છે અને બાળકને પ્રેરણા આપી તેના પાઠ શીખવે છે.

વાલી શ્રી બાળકને અભ્યાસમાં પણ સરળતાથી મદદરૂપ થાય તે હેતુથી અમારા બાલભવનમાં વાલી શ્રી માટે "હસ્ત કૌશલ્ય સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણાં વાલીશ્રીઓએ ભાગ લીધો હતો અને નકામી વસ્તુ માંથી ખૂબ જ સુંદર શૈક્ષણિક સાધનો બનાવ્યા હતા.




411 views0 comments
bottom of page