gajeravidyabhavanguj
બાળકના પ્રેરણારૂપ વાલી સંગાથે ટ્રસ્ટીશ્રીની વર્ચ્યુઅલ સંધ્યા ગોષ્ઠી
શહેરમાં તાઉતે વાવાઝોડાના ખમૈયા સાથે ગજેરા વિદ્યાભવનમાં વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયેલ હોવાથી, હવેથી વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની કામગીરી કાર્યરત છે.એ સંજોગોમાં બાળકોને સતત કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી યશકલગીરૂપ સંસ્થા ગજેરા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી તેમજ વાલીને મુંઝવતા પ્રશ્નોને ધ્યાન પર રાખીને તારીખ 21/05/2021 ને શુક્રવારના રોજ સાંજે ૯ થી ૧૦ કલાક દરમિયાન ધોરણ ચાર અને પાંચના શાળાના ઘર-પરિવારના સભ્ય સમા વાલીશ્રીઓ સાથે ઓનલાઇન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્ચ્યુઅલ મિટિંગમાં શાળાના ટ્રસ્ટી મુરબીશ્રી ચૂનીસર, શાળા સંયોજક શ્રી જયેશ સર, આચાર્યશ્રી ભાવિશાબેન સોલંકી તેમજ ઉપાચાર્ય અને વાલી શ્રી જોડાયા હતા. મીટિંગ દરમિયાન વાલીએ ટ્રસ્ટી સાથે શિક્ષણને લગતી ચર્ચા કરી. ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ની સાથે વર્ષ દરમિયાન શાળા દ્વારા થયેલ ઓનલાઇન વિવિધ પ્રવૃત્તિઓની ઉજવણી, સ્પર્ધા, રમતોત્સવ વેકેશન દરમિયાન પણ સંસ્થા તેમજ શાળા દ્વારા કાર્યરત ફિટનેસ ના વર્ગો, વેબિનાર, ચિલ્ડ્રન યુનિવર્સિટી આયોજિત સમર કેમ્પ વગેરે બાબતે વાલીનો સંસ્થા પ્રત્યેનો ઉચ્ચતમ હકારાત્મક અભિગમ રહ્યો હતો.આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઇ ચૂકી છે એટલે સંતાનોના ઉજ્જવળ કારકિર્દી નુ ધ્યેય ધરાવતા પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે.

પ્રવર્તમાન વૈશ્વિક મહામારી ના સંદર્ભે સરકારશ્રીના આદેશ મુજબ ધોરણ 1 થી 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન માટેની જાહેરાત કરી છે સાથે સરકાર શ્રી દ્વારા એ પણ આદેશ થયો છે કે વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન મૂલ્યાંકન તો જરૂરી છે તો આ મૂલ્યાંકન ના ભાગરૂપે ગજેરા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓની ઓનલાઈન વાર્ષિક પરીક્ષા લેવાનો જે નિર્ણય હતો અને શાળામાં વાર્ષિક પરીક્ષા લેવાય ત્યારે સંસ્થાના આ નિર્ણયને વાલી શ્રી દ્વારા બિરદાવવામાં આવ્યો , કે જેથી કરીને વિદ્યાર્થીઓની સાથે સાથે માતા-પિતા પણ ટેક્નોલોજીનો કઇ અને કેવી રીતે ઉપયોગ કરવો એ બાબતે માહિતગાર થયા તેમજ પરીક્ષા દરમિયાન પોતાનું બાળક ઉત્તરવહીમાં ક્યાં અને કેવી ભૂલ કરે છે તેની પણ જાણકારી મળી રહી .

ટ્રસ્ટી શ્રી કુમારી કિંજલબેન ના ભૂતકાળ ના પાંચ છ વર્ષ અગાઉના ટેકનોલોજીની સાથે વાલી, વિદ્યાર્થી, શિક્ષકે પણ અપડેટ થવાના નિર્ણયને વખાણી કહ્યું કે આપ શ્રી ના દુરંદેશી અને અગમચેતી વિચારધારા દ્વારા વર્તમાન સમયમાં બાળકો અને વાલીને ખૂબ ઉપયોગી નિવડી રહ્યો છે .ટ્રસ્ટીશ્રી ચુની સર એ વાલીને વિશ્વાસ આપ્યો કે બાળકોમાં ઈશ્વરે મૂકેલી તમામ અજ્ઞાત શક્તિઓને મેનેજમેન્ટ તેમજ શાળા પરિવાર દ્વારા ખીલવવાનો અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું. બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે અમે સતત તત્પર રહીશું.આ તકે સૌનો ખૂબ જ સાથ અને સહકાર પ્રાપ્ત થયો છે જે બદલ Gajera Trust અને શાળા પરિવાર આપ સૌના ખુબ ખુબ આભારી છે.