top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકના જીવનનું દર્પણ – શિક્ષક અને માતા-પિતા


પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકને વધુને વધુ શ્રેષ્ઠ અને સક્ષમ બનાવવા પ્રયત્નશીલ હોય છે. શૈક્ષણિક સફ્ળતાએ આધુનિક યુગમાં સુખ પૂર્વક જીવન જીવવા માટે એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. પ્રત્યેક માતા-પિતા પોતાના બાળકના ભવિષ્યનો આધાર તેની શૈક્ષણિક સફળતામાં જુએ છે. શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી છે જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને ઉપર છે.

શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ અભ્યાસ કાર્યમાં ખુબ જ મદદરૂપ થાય છે. બંને વચ્ચેનો પરસ્પર સહકાર વિશ્વાસનો પાયો નાખે છે અને તેથી જ અમારા બાલભવનમાં માસવાર વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતરપ્રવૃત્તિઓ વિશે વાલીશ્રીને માહિતી આપી હતી.

માતા-પિતા ના વર્તન વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સારે છે. આદર્શ માતા-પિતા પોતાના પ્રેમ અને મમતાભર્યા વ્યવહારની સાથે ભાવિ જીવનમાં આવનારી કઠોર પરિસ્થિતિનો સામનો કરી શકે અને પોતાના માર્ગમાં આગળ વધી શકે તે માટે તત્પરતા દાખવતા હોય છે અને બાળકને પ્રેરણા આપે તેવા પાઠ શીખવે છે. બાળકો પણ માતા-પિતાનું અનુકરણ કરતાં શીખે તે હેતુથી અમારા બાલભવનમાં વાલીમીટીંગની સાથે માતા-પિતા માટે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાલીશ્રી માટે BALANCE THE BALL, ADVENTURE, RUNNING THE RACE જેવી રમત રાખવામાં આવી હતી. જેમાં ઘણાં બધા વાલીશ્રીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

"માતા-પિતા જયારે બાળકની ક્ષમતાઓ પર શ્રધ્ધા મુકે છે ત્યારે તે ખરેખર બાળકની ક્ષમતાના વિકાસનો પ્રેરણાસ્ત્રોત બની રહે છે"



325 views0 comments
bottom of page