top of page
  • Writer's picturegajeravidyabhavanguj

બાળકના અભ્યાસમાં ચિત્રનું મહત્વ

ઘણા વ્યક્તિઓના માનસમાં એ વિચાર ઉત્પન્ન થાય છે શા માટે ચિત્રકાર્ય ખૂબ મહતત્વનું છે? અને શા માટે બાળકોને સ્કૂલમાં આ કૌશલ્ય શીખવવું જોઈએ?અત્યારે આ ડિજીટલ જમાનાની અંદર બાળકો તેમજ ઘર પરિવારના સભ્યો વચ્ચે જાણે વાતચીતનો અવકાશ ઓછો થતો જાય છે. ચિત્ર એ એક મુક અભિવ્યક્ત કલા છે. ચિત્રના માધ્યમ દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાની ભાવના પ્રદર્શિત કરી શકે છે. જેમકે કોઈ વ્યક્તિ બોલી શકતો નથી તો એ વ્યક્તિ પોતાના મનના ભાવ ચિત્ર દ્વારા રેખાંકન કરી કલ્પનાના રંગો દ્વારા ચિત્રાકૃતિ તૈયાર કરી મનોભાવ વ્યક્ત કરી શકે છે.

જો કોઈ બાળકનું મગજ અસ્થિર હોય તો તેને સ્થિરતા બક્ષવા માટે પણ ચિત્ર એક મહત્વનું માધ્યમ ગણાય છે. તેના માધ્યમ દ્વારા બાળક પોતાના મનના ભાવો જેમકે ગુસ્સો, લાગણી, પ્રેમ, ઘૃણા વગેરે વ્યક્ત કરી પોતાની કલ્પના શક્તિના ભાવો પેન્સિલ-પીંછી, રંગો દ્વારા ચિત્ર રૂપે અંકિત કરી શકે છે.આમ જોવા જઈએ તો ચિત્રનું મહત્વ ઘણું બધું છે. પરંતુ ટેકનોલોજીના આ યુગમાં મનની અભિવ્યક્તિ એટલે કે ચિત્રનું મહત્વ ઘણા માણસોના માનસપટલ પર ઓછુ છે. પરંતુ હકીકતમાં ચિત્ર બાળકને જીવનમાં ઘણી બધી જગ્યાએ મદદરૂપ થાય છે. આમ-જોવા જોઈએ તો ડગલેને પગલે ચિત્રની જરૂર તો વ્યક્તિને પડેજ છે. પણ વ્યક્તિ સ્વીકારતા નથી કારણકે ચિત્ર એ એક ધીરજરૂપી કળા છે અને આ ટેકનોલોજીના ક્ષેત્રમાં ધીરજ એ એક અભિન્ન અંગ રૂપી કળા લુપ્ત થતી જાય છે.

ચિત્ર દ્વારા બાળક ગણિતના વિષયમાં આકૃતિઓ, વિજ્ઞાનના વિષયમાં આકૃતિ તેમજ જે બાળક પોતે શિક્ષણમાં પાછળ પડતુ હોય તો તે પોતે ચિત્રના માધ્યમ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. તેમજ તે માધ્યમ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. અત્યારે બાળકની કલ્પના શક્તિનો નાશ થતો જાય છે. કારણ કે બાળક ને આ ટેકનોલોજીના ક્ષેત્રમાં તમામ વસ્તુ-વિષય ગુગલ દ્વારા તૈયાર મળી જાય છે તેથી બાળક પોતાની કલ્પના-શક્તિનો ઉપયોગ કરતાં શીખવાને બદલે જાણે ભૂલતું જાય છે. તે એ કોઈપણ વિષય-વસ્તુ પર કલ્પના જ કરતુ નથી તેથી તેનો માનસીક વિકાસ રૂંધાતો જાય છે.બાળકના માનસિક વિકાસને ખીલવવા માટે ચિત્ર એ એક સુંદર કળા છે.

બાળકો હંમેશા શબ્દો અને ક્રિયાઓનો ઉપયોગ કરીને પોતાને વ્યક્ત કરી શકતા નથી. તેથી ચિત્રકામએ વાતચીતનું બીજું મહત્વપૂર્ણ સ્વરૂપ છે. તમે તેમનાં ડ્રોઈંગ દ્વારા તમારા બાળકના વિચારો અને ભાવનાઓની સમજ મેળવી શકો છો. તેઓ જે અનુભવે છે તે વ્યક્ત કરવામાં સક્ષમ થવું બાળકની ભાવનાત્મક બુદ્ધિને પણ વેગ આપે છે. ચિત્ર તમારા બાળકની કલ્પનાને વધુ સક્રિય બનવા માટે સક્ષમ બનાવે છે. દરેક વખતે જયારે તેઓ ચિત્ર દોરે છે ત્યારે તેઓ તેમની કલ્પનાને પ્રદર્શિત કરે છે. અને તેમના મનમાં શું છે તેની શારીરિક રજુઆત પણ કરી છે.


આજની મહામારી “કોરોના” જેવી વિસ્ફોટક પરિસ્થિતિમાં પણ ચિત્રના માધ્યમ દ્વારા ઘણાબધા વ્યક્તિઓએ પોતાનો સમય પેઈન્ટીંગ બનાવીને પણ પસાર કર્યો. અને જે સામાન્ય હોવા છતા પેઈન્ટીંગ દ્વારા તેમજ અત્યારનું અભિન્ન અંગ “માસ્ક” પર પેઈન્ટીંગ કરી સોશિયલ મીડીયા પર ઘૂમ મચાવી રહ્યા છે. તો તમે વિચારી શકો છો કે બાળક ડોકટર, એન્જીનીયર, કલેકટર આ બધી જ પદવીઓ પર રાજ કરી શકે એવું નથી તમારો બાળક જો સારું ચિત્ર દોરી શકતું હોયતો તેને પ્રોત્સાહન આપી તેની કળાને બિરદાવીને તેને આગળ વધારી એક કલાકાર બનવા માંગે તો તેને સાથ આપી શકાય.

આ મહામારીના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં બાળકને તેમનાં માતા-પિતા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, વગેરે વિષયોમાં જ ધ્યાન આપવા જણાવ્યું, ચિત્રકામના વિષયને ગૌણ સમજી જાણે સાવ ભૂલી જ ગયા પણ ખરેખર બધા જ વિષયોનું એક આગવું મહત્ત્વ છે. આખુવર્ષ ઓન્કૈન શિક્ષણમાં શાળા દ્વારા તો તમામ વિષયોને એટલુજ મહત્વ આપ્યું તેમજ અપાય છે પરંતુ બાળકોના મગજમાં ઘણા ઘરના સભ્યો એવુ બેસાડી ડે છે એ ચિત્ર ગૌણ વિષય છે એટલે તેમાં ધ્યાન ન આપીએ તો ચાલે પરંતુ એવું નથી શું ખબર આજનો આ બાળક આવતીકાલનો સૌથી મોટો પ્રખ્યાત કલાકાર પણ ન હોઈ શકે?


આ વિષય પર દરેકઘરના સભ્યો તેમજ બાળકના માતાપિતાએ વિચાર કરી બાળકને બધા વિષયોની જેમ ચિત્રનું પણ મહત્ત્વ એટલુ જ છે એ સમજાવવું જોઈએ અને બધા વિષયોની જેમ ખૂબજ મહેનત કરી પરીક્ષા લક્ષી તૈયારી કરે છે તેમ ચિત્ર વિષયને પણ એટલુ જ મહત્વ આપી ગંભીરતાથી લેવું જોઈએ. દરેકમાં કોઈને કોઈ આવડત છુપાયેલી છે જો તેને ચિત્ર આવડે છે તે તો તેને પ્રોત્સાહન આપી આગળ વધારવા જોઈએ.

ઘણા બાળકના માતા-પિતા એવું વિચારે છે કે અમને નાતી આવડતુ તો અમારા બાળકને ચિત્ર શું આવડે પરંતુ એવું નથી ચિત્ર એ એક ભગવાનનું આપેલ વરદાન છે જે દરે ચ્યાક્તિને મળતું હોતું નથી. અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં જે માતા-પિતાને લેપટોપ, કમ્પ્યુટર, સ્માર્ટફોન વધુ ઉપયોગમાં લેતા નથી આવડતુ જેટલું એક નાના બાળકને નહિ જ આવડે, બાળક અત્યારે આ ટેકનોલોજી માતા-પિતાને શીખવાડી રહ્યું છે. તો આજના આ બાળકને તેના મગજમાં એ થોપી દેવામાં આવ્યું છે કે મને નથી આવડતુ તો તને પણ નહિ આવડે પરંતુ એવું નથી.અંતે એટલુ જ કે તમામ વિષયોની જેમ ચિત્રકામને પણ એટલુજ મહત્ત્વ આપી તમારા બાળકને એટલી જ તૈયારી કરાવો કે જેટલી તમે ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી જેવાં વિષયોમાં કરાવો છો. શું ખબર આજનું આ તમારું બાળક આવતીકાલનો મોટો કલાકાર શ્રી સોમાંલાલા શાહ કે રવિશંકર રાવળ જેવી મહાન વ્યક્તિ બને.

રંગ- રંગો આપણા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ઘણી વસ્તુઓ આપણે રંગોથી જ ઓળખીએ છીએ. રંગો સંકેત કે સંદેશાવ્યવહાર માટે પણ ઉપયોગી બને છે. વાલી પ્રસંગો અને પરિસ્થિતિ પણ રંગો વડે પ્રદર્શિત કરી શકાય છે. કલાચિત્ર દ્વારા રંગોથી કલાકાર પોતાનો સંદેશ સ્પષ્ટ રૂપે અભિવ્યક્ત કરે છે. રંગોના અભ્યાસ દરમિયાન કલા અને આકૃતિના વિદ્યાર્થીઓ વિવિધ પરીપ્રેક્ષાથી રંગોની મુલવણી કરે છે. આપણે ચિત્રની સુંદરતાને રંગોથી જ અનુભવીએ છીએ. ભલે તે વસ્તુ સજીવ હોય કે નિર્જીવ વ્યક્તિ હોય કે અશક્ત યુવાન હોય કે વૃદ્ધ. રંગો દ્વારા અભિવ્યક્ત કરી શકાયછે. રંગોની શ્રેણીની મદદથી કલાકાર સુંદર ચિત્રોની રચના કરે છે. આધુનિક ચિત્રકળામાં આકારોને રંગોથી રજૂ કરાય છે અને સુંદર કલાકૃતિ બને છે.

3,764 views0 comments

Recent Posts

See All
bottom of page