gajeravidyabhavanguj
બોલાયેલા શબ્દનું અનુલેખન એટલે શ્રુતલેખન

ભાષા એ વિચારો વ્યક્ત કરવાનું નોંધપાત્ર ઉપાદાન છે. તેવી જ રીતે એ જ્ઞાન સંપાદનનું માધ્યમ પણ છે. ભાષા વિના માનવી પશુ સમાન છે. માણસને માનવીની ઓળખ જ ભાષાને કારણે મળેલી છે. આપણી ભાષા આપણા વિચારોનું પ્રતિબિંબ છે.
જગત વિશેનું જ્ઞાન અને અનુભવોને વ્યક્ત કરવા માટે ભાષાની જરૂર પડે છે. ભાવ પ્રગટ કરવાનું માધ્યમ પણ ભાષા જ છે. આનંદ, દુઃખ, ક્રોધ, યાચના વગેરે જેવા ભાવો પ્રગટ કરતી વખતે બાળકનો અવાજ અને ભાષા જુદા-જુદા હોય છે.
સંભળાતી ભાષા ઉપરથી ભાષાને ઝીલવાની, સમજવાની, શીખવાની ક્ષમતા માનવ મસ્તિકમાં છે અને આ ક્ષમતા બાળક ગર્ભમાં હોય ત્યારથી જ શરૂ થઈ જાય છે. ૩ વર્ષનું બાળક ભાષાને ગ્રહણ કરવાની પ્રબળ કુશળતા ધરાવે છે.
વિચાર, સ્વપ્ન, લાગણી, રુદન અને ક્રોધ જેવા આવેગો ધ્વારા જે ભાષા રજુ થાય છે તે શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. શ્રવણ, પઠન અને લેખન એ શિક્ષણ કાર્યના મહત્વના અંગ છે. શ્રુતલેખન દ્વારા બાળકોના શ્રવણ તેમજ ભાષા કૌશલ્યોનો વિકાસ થાય છે. બાળકોમાં સાંભળીને, સમજીને લખવાની કુશળતા કેળવાય છે.
બાળકની શ્રવણશક્તિને વિકસાવવાના હેતુસર અમારા બાલભવનમાં જુ.કેજી. ના બાળકોએ શબ્દોનું લેખન અને સિ.કેજી. ના બાળકો માટે પ્રશ્નોતરી ક્વીઝ દ્વારા પૂછવામાં આવી હતી. જેમાં બધા જ બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.