gajeravidyabhavanguj
બાલભવનમાં મોન્ટેસોરી તાલીમ પદ્ધતિની શરૂઆત
ડો.મેડમ મોન્ટેસોરીનો જીવન પરિચય:-
મારિયા-મોન્ટેસોરીનો જન્મ ૨૯મી ઓગષ્ટ ઈ.સ.૧૮૭૦માં ઈટલીમાં એક નાનકડા ગામમાં થયો હતો. એમના સમયે ઈટલી દેશમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં માનતા ન હતા. કેળવણીની દ્રષ્ટીએ શિક્ષણ પછાત હતું. તેઓ બાળમગજ તથા બાળમનોવિજ્ઞાનના અભ્યાસી હતા. તેઓ ગણિતશાસ્ત્રી હતા અને વ્યવસાયે તબીબ હતા. રોમમાં તેમણે મગજના દર્દીની હોસ્પિટલમાં મદદનીશ ડોક્ટર તરીકે કામગીરી કરી હતી. એ હોસ્પિટલમાં મંદબુદ્ધિના બાળકોને ગાંડાઓની સાથે રાખવામાં આવતા હતા. એ સમયે તેમણે જોયું કે કેળવણીથી બાળકોમાં બુદ્ધિની જે ક્ષમતા છે તેમાં ઔષધો ઉચ્ચાર કરતા સુધારો થઈ શકે છે. તેમણે તબીબ વ્યવસાયને તિલાંજલી આપીને મંદબુદ્ધિના બાળકોને ભણવાનું સ્વેચ્છાએ સ્વીકાર્યુ હતું.
અભ્યાસકાળ દરમિયાન તેમણે બાળમાનસશાસ્ત્રનો પણ વિશેષ અભ્યાસ કર્યો. તેમણે શાળાઓની પરિસ્થિતિનું બારીક નિરીક્ષણ કર્યુ. તેમણે ૧૯૦૭માં જાન્યુઆરી મહિના દરમિયાન પહેલું બાળગ્રુપ શરુ કર્યુ. ડો. મેડમ મોન્ટેસોરીના સિદ્ધાંતમાં સ્વાધીનતા, નિયમન અને સ્વાતંત્રને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેમણા મતાનુસાર ત્રણ વર્ષની ઉંમરે બાળકો સ્વતંત્ર બની જાય છે. આપણે બાળકની ચાકરી કરીને તેણે પરાવલંબી બનાવવાને બદલે સ્વાધીન બનાવવા મદદ કરવાની છે. બાળકોને બિનજરૂરી મદદ કરવાથી તેનો સ્વભાવિક વિકાસ અવરોધાય છે.

બાળકોને અપાતા શિક્ષણના વિવિધ તબક્કાઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું અનેરું મહત્વ છે અને તેનો લાભ યોગ્ય રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે અનેક કેળવણીકારોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમાં ગુજરાતમાં સૌપ્રથમ મોન્ટેસોરી પદ્ધતિથી બાળકને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે ગીજુભાઈ બધેકા, જુગતરામ દવે, તારાબહેન જેવા અનુભવોએ ભગીરથ પ્રયાસ આદર્યો છે.