gajeravidyabhavanguj
બાલભવનનો મારો છેલ્લો દિવસ

"શિક્ષક દ્વારા કંડારાતું શિલ્પ એટલે વિદ્યાર્થી,
ભારતનું નૂતનમય ભવિષ્ય એટલે વિદ્યાર્થી"

વિદ્યા પ્રાકૃત માણસને સુસંસ્કૃત બનાવે છે. શિક્ષણથી માનવી પોતાની આસપાસ વિસ્તરેલા જીવન અને જગત પ્રત્યે સભાન બને છે. પોતાની સામે આવતા પ્રશ્નો-પડકારો ઝીલવા અને તેના ઉકેલો શોધવા પ્રવૃત્ત થાય છે.
સમાજમાં શિસ્તબદ્ધ – વાણી અને વર્તન કેળવીને સભ્ય નાગરિક બની શકે છે અને શિક્ષણ મેળવવાનું સૌથી યોગ્ય સ્થળ એટલે શાળા. શાળા એ એક એવું સ્થળ છે જ્યાં જીંદગીના દરેક પાઠ ભણાવવામાં આવે છે.
"તુમ બનો ચાંદ તારે, યે દુઆ હૈ હમારી, હૈ તુમ્હારે લીયે ખુલ્લા આસમા,
બન કે દર્પણ દેખાયેગે રાહે તુમ્હે, મેરી ડાટો સે નારાજ હોના નહિ,
કુછ ભી મિલતા નહિ યહા થક હારકર, માયુસ
કભી ભી હોના નહિ, તુમ બનો ચાંદ તારે, યે દુઆ હૈ હમારી"
પથ્થરને કંડારીને તેમાંથી મૂર્તિકાર મૂર્તિ બનાવે છે એ જ રીતે બાળકના જીવન ઘડતરનું કાર્ય શિક્ષક અને શાળા કરે છે. સરળ ભાષામાં કહીએ તો શાળા એટલે બાળકનું બીજું ઘર.
"ઘર એટલે બાળક માટે જીવવાની તક,
શાળા એટલે બાળક માટે વિકસાવવાની તક"
મમ્મી-પપ્પાની આંગળી પકડીને અમારા બાલભવનમાં પાપા પગલી પાડનાર અમારા નાના-નાના બાળકો સાથે ૩ વર્ષ ક્યાં વિદાય થઈ ગયા એની ખબર જ ન પડી.
અમારા બાલભવનના સિ.કેજી. ના બાળકો પ્રગતિના પંથ પર આગળ વધી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવા જઈ રહ્યા છે. અમારા બાલભવનની યાદો શિક્ષકોનો પ્રેમ અને મિત્રો સાથે વિતાવેલી હરેક ક્ષણ એમના માનસ પટ પર અંકિત રહે તે માટે GET TOGETHER પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, બાળકો માટે એડવેન્ચર ગેમ, પુલપાર્ટી અને ડી.જે.પાર્ટી રાખવામાં આવી હતી. બાળકોએ બાલભવનના છેલ્લા દિવસ ની મઝા ખુબ જ મન ભરીને માણી હતી શિક્ષકો અને પોતાના મિત્રો સાથેની અલ્પાહારની મજા માણી અને ડાન્સ કર્યો.
"છુ લો હર મંઝીલ, યહી ચાહેગે હમ,
બન જાઓ કાબિલ, જશ્ન મનાયેગે હમ,
પડે જરૂરત હમસે કહેના, તારે તોડ લાયેગે,
ભૂલના પાઓગે તુમ, ન હમ ભૂલ પાએગે...,
જો દિન હૈ ગુજારે સાથ-સાથ વો યાદ આયેગે..."