gajeravidyabhavanguj
"બંધન વગરનો સંબંધ એટલે મિત્રતા"
Updated: Aug 1, 2021

જીવનમાં દરેક સંબંધો આપણને જન્મજાત મળે છે. મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે પોતાની મરજીથી બનાવીએ છીએ.
મિત્ર એટલે એ વ્યક્તિની હાજરીમાં વગર મહેલે દરબારો યોજાઈ, ઘણાં દૂર હોવા છતાં એક વેંત દૂર લાગે, જેના કડવા વહેણ પણ મીઠાઈ ના

ડબ્બા જેવા લાગે, એ ખભા ઉપર ફક્ત હાથ મૂકે અને દુઃખ ચપટી વગાડી દૂર ભાગી જાય. આમ મિત્ર એ એવો શબ્દ છે જે ચાર લાઈનમાં ન સમાય.
"મિત્ર એટલે વિશાળ પૃથ્વી"
આપણે બધા જાણીએ છીએ કે મિત્રતા એ ખૂબ જ અનમોલ, નિસ્વાર્થ અને કિમતી સંબંધ છે. પૌરાણિક કથાઓ અને ઘણી બધી લોકકથાઓમાં ઘણા દાખલાઓ છે જે બતાવે છે કે આ સંસ્કારીને વિશ્વની શરૂઆતથી જ મિત્રો અને તેમની મિત્રતાને મહત્વ આપવામાં આવ્યું છે.

"દોસ્તી ની કોઇ વ્યાખ્યા નથી....! જેની સામે એક ખોબો દુઃખ હોય અને સુખનો એક કોથળો ભરાઈ જાય એનું નામ મિત્ર"
જ્યારે આપણે કોઈ મૂંઝવણમાં હોઈએ અને મિત્ર કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના આપણને સાચી

સલાહ આપે એ છે સાચા મિત્રો. આપણા ખરાબ સમયમાં મિત્રતા એ એક હાસ્ય નું કારણ બની ને છલકે છે. તેથી જ મિત્રતા એ ચિંતા મુક્તિનું બીજું કારણ છે મિત્રતા વિનાનું જીવન અર્થહીન હોય છે. ૧૯૩૫ માં યુએસની કોંગ્રેસે રાષ્ટ્રીય મિત્રતા તરીકે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર જાહેર કર્યો હતો. ત્યારથી રાષ્ટ્રીય મિત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને મિત્રો ને

સમર્પિત કરવામાં આવે છે. મિત્રો સાથેના આ સુંદર સંબંધને માન આપવાનો આ ઉમદા વિચાર મિત્રતા દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહથી મનાવાય છે.
"જિંદગીમાં દોસ્ત નહીં, દોસ્તમાં જ જિંદગી છે"
અમારા નાના નાના બાળકોને મિત્રતાનું મહત્વ સમજાય એ હેતુથી અમારા બાલભવનમાં
"ફ્રેન્ડશીપ ડે" ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો પોતાના મિત્રોને પોતાના હાથે જ બનાવેલો ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે અને આ દિવસને યાદગાર બનાવી શકે એ માટે એક્ટિવિટી દ્વારા
ફ્રેન્ડશીપ બેલ્ટ બનાવતા શીખવાડ્યું હતું. શિક્ષકોએ નાટ્ય કૃતિ દ્વારા બાળકોને મિત્રતાનું મહત્વ સમજાવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણ-સુદામાની વાર્તા પ્રોજેક્ટર દ્વારા બતાવવામાં આવી. ભગવાનને પણ મિત્રતાની જરૂર છે તેની
સમજ આપવામાં આવી. બાળકોએ પણ પોતાના મિત્રો સાથે ખૂબ જ ઉત્સાહથી ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી.