top of page
  • Writer's picturegajeravidyabhavanguj

Father's day celebration



સપના તો મારા હતા,

પણ એના માટે દિશાઓ આપનાર

એ મારા પિતા હતા.......


કહેવાય છે કે “જનની ની જોડ સખી નહી જડે રે લોલ” તે જ રીતે જન્મદાતા જનક એટલે પિતા વિનાની જીવનની સાચી સમજ મળતી નથી. આજે ‘ફાધર્સ ડે’ ના આ અવસરે વિશ્વના તમામ પિતાને ‘Happy Father’s Day’ માતા બાળકને વિશ્વનું સુંદર સ્વરૂપ બતાવે છે. જ્યારે પિતા તો બાળકને આ વિશ્વની વાસ્તવિકતાઓથી પરિચિત કરાવે છે. તે ક્યારેક ગુસ્સો તો ક્યારેક પ્રેમ, ક્યારેક ખોજ,તો ક્યારેક મજા, કોઈપણ પ્રકારે તે બાળકને પગભર કરવાના પ્રયત્નો કરે છે. સામાન્યતઃ એવું હોય છે. કે પિતા સ્વભાવથી કડક હોય છે, જેથી બાળક તેઓના સ્વભાવથી ડરતા હોય છે. પણ વ્યક્તિ ત્યારે જ સારો માનવી બને જયારે તેને શિસ્તતા જીવન સાથે સાંકળતા આવડે.આજ ગુણ બાળકને એના પિતા શીખવાડે છે.



૧૯ જૂન ૧૯૧૦ના રોજ વોશિંગ્ટનમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2019એ ફાધર્સ ડે ના 109 વર્ષ પુરા કર્યા, હાલમાં ફાધર્સ ડે જૂનના ત્રીજા રવિવાર આખી દુનિયામાં ઊજવવામાં આવે છે.





“પિતા પર્વતનું શિખર છે”

મમ્મી એ કદાચ આપણને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે, પણ પપ્પાએ તો આંગળી છોડી ને પગ પર ઊભા રહેવાની હિંમત આપી છે. મુશ્કેલીમાં કે દુઃખોમાં રડવા માટે માતાનો ખોળો મળે છે. પણ પિતા નો તો ખભો!! પિતા દ્વારા આપણને સુખ, સુરક્ષા અને સમૃદ્ધિ મળે છે. કશીજ અપેક્ષા વિના આપણો હાથ પકડીને પિતા આપણને દોરવણી આપે છે. દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવા માટે સાહસ આપે છે. રૂપિયાથી કદાચ બધું જ ખરીદી શકાય, પરંતુ માતાની મમતા ને પિતા નો પડછાયો ક્યારેય નહીં.




તા:-૧૮/૦૬/૨૦૨૨ને શનિવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં ‘ફાધર્સ ડે’ ની ઉજવણી

ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી, જેમાં ધોરણ ૧ અને ૨ માં બાળકો સાથે પિતાની રમત,ધોરણ ૩ અને ૪ માં ક્લબ દરમ્યાન કાર્ડ, અને ધોરણ ૫ થી ૭ માં સ્પીચ દ્વારા, વાર્તા કથન દ્વારા,કાવ્ય પઠન દ્વારા, અને ગીત દ્વારા, પોતાના પિતા વિશેની લાગણી વ્યક્ત કરી હતી.



દીકરા -દીકરીઓએ પોતાના પિતા પ્રત્યે ની લાગણી એટલી સુંદર રીતે વ્યક્ત કરી કે આખુ વાતાવરણ લાગણી સભર બની ગયું.

FATHER- A SON’S FIRST HERO,

A DAUGHTER’S FIRST LOVE,

HE PROVIDES THE THINGS, NURTURE US & GUIDE US,


દુનિયા ના દરેક પિતા ને શત શત વંદન



2,984 views0 comments
bottom of page