gajeravidyabhavanguj
પુસ્તક સમીક્ષા સ્પર્ધા
શાળામાં વિદ્યાર્થીઓ પોતાનાવિષય નું વાંચન તો કરે જ છે. વિદ્યાર્થીઓ અન્ય પુસ્તકોના વાંચનપ્રત્યે અભિમુખથાય અને વાંચનનો શોખ કેળવે તેમજ લેખકનાવિચારોથી પ્રેરિત થાય તે માટે શાળા કક્ષાએપુસ્તક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.તમે કવિતાઓ, વાર્તાઓ અને લેખ વાંચ્યા જ હશે. પુસ્તકવાંચ્યા પછી પુસ્તકવિશે કહેવું એ પુસ્તકની સમીક્ષા કહેવાયછે. તે કોઈનેપુસ્તક વાંચવાઅથવા ન વાંચવાપ્રેરે છે. કોઈ પુસ્તક, લેખ, વાર્તાપ્રત્યેની તમારીપ્રતિક્રિયા, જે સારી કે ખરાબ હોઈ શકે, તે પુસ્તકસમીક્ષામાં જણાવાયું છે. પુસ્તક સમીક્ષા વાચકોને પુસ્તકના જુદા જુદા પાસાઓવિશે જાણવામાં મદદ કરે છે.
ઘણા લોકો હજી પણ પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. દરેક વ્યક્તિએ પુસ્તકો વાંચવાજ જોઇએ. આજે પણ ઘણા પ્રકારના પુસ્તકો લખાયેલા છે જે ઘણા લોકો વાંચેછે. પરંતુ આ પુસ્તકો વિશે તમારો અભિપ્રાય આપવાનું એ લોકો માટે પણ એક સારુંમાધ્યમ છે જે કોઈક પ્રકારનું પુસ્તક વાંચવામાંગે છે જે તેમનેવાંચવા અથવા ન વાંચવામાટે પ્રેરણા આપે છે.
સમાજમાં લોકોનેપુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે કહેવતછે કે,"વિદેશમાં વિદ્યા મિત્રસમાન છે". વિદ્યાપુસ્તકો દ્વારાજ પ્રાપ્ત થાય છે માણસનોસાથ ભલે એક માણસ છોડી દે, પરંતુપુસ્તકો મૃત્યુસુધી સાથ નિભાવેછે પછી ભલેનેસુખ હોય કે દુખ..તડકો હોય કે છાયડો..
દુનિયામાં દરેક સંબંધકદાચ ખોટો સાબિતથઇ શકે છે, પરંતુપુસ્તકો સાથેનીમિત્રતાનો સંબંધક્યારેય પણ ખોટો સાબિતથતો નથી. તે સુખ ની અંદર આપણી સાથે હસે છે, તો દુઃખ ની અંદર રડે છે. ભલે દુઃખનાસમયે કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય કે આંસુઓને બંધ કરનાર ન હોય તે સમયે પણ 'BOOKS ARE OUR BEST FRIENDS' પુસ્તકજ મિત્રબનીને કામમાંઆવે છે.
પુસ્તકો દ્વારાભૂતકાળને વાંચીશકાય છે અને ઇતિહાસને પણ જાણી શકાય છે. પુસ્તકોનો સંસાર ખૂબ જ વિશાળછે. દુનિયાના સૂકા રણ વિસ્તાર થી લઈને ખળખળ વહેતીનદીઓ સુધી નાનામાં નાની બાબતો અંદર સુધી સમાયેલી હોય છે.તો એવા જ પુસ્તકોના મિત્ર આપણા ગજેરાના વિદ્યાર્થીઓ માટે તા.3/8/2021 ને મંગળવારના રોજ ગજેરા વિદ્યાભવન ધોરણ -7માં પુસ્તકસમીક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-7 ના વિદ્યાર્થીઓએ ઓનલાઇન સ્પર્ધામાં રસપૂર્વક ભાગ લીધો હતો જેમાંવિદ્યાર્થીઓએ પુસ્તકસમીક્ષા ને લગતા તમામ મુદ્દાઓને આવરી લીધા હતા. જે બદલ શાળા પરિવારતમામ બાળકોને અભિનંદન પાઠવે છે.