gajeravidyabhavanguj
પુસ્તક પ્રદર્શન-પુસ્તક સમીક્ષા
તા:-૨૦/૧૨/૨૦૨૧ ને સોમવારના રોજ કતારગામ સ્થિત શ્રીમતિ એસ.એચ.ગજેરા વિદ્યાભવન (ગુજરાતી માધ્યમમાં ) ઉપરોક્ત વિષયે આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ-૮ ના તમામ વર્ગના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. શાળામાં વિદ્યાર્થીઓ પોતાના વિષયનું વાંચન તો કરે છે. પરંતુ વિદ્યાર્થીઓ અન્ય પુસ્તકોના વાંચન પ્રત્યે અભિમુખ થાય અને અભિરુચિ કેળવાય, વાંચનનો શોખ કેળવે તેમજ લેખકના વિચારોથી પ્રેરિત થાય તે માટે શાળા કક્ષાએ પુસ્તક સમીક્ષા તેમજ પુસ્તક-પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પુસ્તક પ્રદર્શન-પુસ્તક-સમીક્ષા દિવસ નિમિતે શાળાના કોન્ફરન્સ હોલમાં પુસ્તકોના વિવિધ વિભાગની ગોઠવણી કરવામાં આવી હતી. તેમાં નવલકથા-નવલિકા, જીવન ચરિત્ર, વાર્તા, કાવ્ય-ગીત-ગઝલ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી-હિન્દી-સંસ્કૃત સાહિત્ય, શિક્ષણ, વગેરે પુસ્તકનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મનગમતા પુસ્તકોનું વાંચન કર્યું. અને પોતાનો અભિપ્રાય આપ્યો. જે બાળકો માટે પણ એક ખુશીનું માધ્યમ બની રહયું હતું.
દુનિયામાં દરેક સબંધ કદાચ ખોટો સાબિત થઈ શકે છે. પરંતુ પુસ્તકો સાથેની મિત્રતાનો સબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. તે સુખની અંદર આપણી સાથે હસે છે. તો દુ:ખની અંદર રડે છે. ભલે દુઃખના સમયે કોઈ વ્યક્તિ આપણી પાસે ન હોય તે સમયે પણ“books are our best friends which are very useful in our spiritual lives”પુસ્તક જ મિત્ર બનીને કામમાં આવે છે. પુસ્તકો દ્વારા ભૂતકાળને વાંચી શકાય છે અને ઈતિહાસને પણ જાણી શકાય છે. પુસ્તકોનો સંસાર ખુબજ વિશાળ છે. દુનિયાના સૂકા રણ વિસ્તારથી લઈને ખળખળ વહેતી નદીઓ સુધી નાનામાં નાની બાબતો અંદર સમાયેલી હોય છે. પુસ્તક પ્રદર્શન અને પુસ્તક સમીક્ષામાં ભાગ લેવા બદલ શાળા પરિવાર તમામ બાળકોને અભિનંદન પાઠવે છે.