gajeravidyabhavanguj
પુસ્તક અને પુસ્તકાલયનું મહત્વ
આપણા દેહ(શરીર)ને ટકાવી અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અનાજ આપીએ છીએ. તેવી જ રીતે આપણા ચિત્તને વાંચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. પુસ્તક અને પુસ્તકાલયનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. શિક્ષા ગુરુ છે અને પુસ્તકાલયએ શાળા છે. શાળામાં માણસ જ્ઞાન લેવાનું સાધન માત્ર મેળવે છે. પણ પુસ્તકાલયમાં જઈને તો એ સ્વયં જ્ઞાન મેળવે છે.
એક સારું પુસ્તક અનેક શિક્ષકોની ગરજ સારે છે. શિક્ષકની જેમ પુસ્તકાલય વિદ્યાર્થીઓને ધમકાવતું નથી. શિસ્ત પળાવતું નથી, ખોટી સ્પર્ધામાં ઉતારતું નથી.પરીક્ષાનો ભય પેદા કરતું નથી. તે પ્રેમથી, વિનયથી, રસ વડે તેમાં આવનારને ભણાવે છે.
આ હેતુથી ગજેરા વિદ્યાભવનના પુસ્તકાલયની મુલાકાત વિદ્યાર્થીઓને કરાવી હતી. જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાની સ્વરુચિ મુજબ પોતાની પસંદની પુસ્તક વાંચે અને તેમાંથી એક અનેરું જ્ઞાન પ્રાપ્ત કરે.
“પુસ્તક એ અનુભવી જ્ઞાનનો ખજાનો છે. પુસ્તક એ જ્ઞાન અને શક્તિ છે. તેમજ પુસ્તકાલય એ મહામાળા છે.”