top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પૌષ્ટિક આહાર એ જ ઔષધ


જેમ જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે. તેમ શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી અને પૌષ્ટિક આહાર આપવો પણ એટલું જ જરૂરી છે. રોજીંદા આહારમાં જ જો બધી પૌષ્ટિક વસ્તુઓ લેવામાં ધ્યાન રાખવામાં આવે તો ઘણી બીમારીઓથી દુર રહી શકાય છે.

આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિથોકેટર્સે ૨૫૦૦ વર્ષ પહેલા એક કહેવત કહેલી “લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ” એટલે કે આહાર ને જ ઔષધરૂપ બનાવો. પુરાતન કાળથી જોવામાં આવે છે કે આપણા ખાવા-પીવાની વસ્તુઓ માંથી આપણે કેટલીક વસ્તુઓ દવાની જેમ વાપરીએ છીએ. દરેક વસ્તુના પોતાના ગુણ હોય છે. એવું કહેવાય છે કે ખોરાક એ એક સેન્ય છે. જે ભેગા મળીને આપણા શરીરની રક્ષા કરે છે.

કુદરતે પેટને ખુબ ઈન્ટેલીજન્ટ બનાવ્યું છે એ તો બધું પોતાની અંદર સમાવી લે છે ને પછી યોગ્ય સમય આવ્યે વેર જરૂર વાળે છે. શરીરમાં રોગ ઘર કરી જાય છે. અત્યારની જીવનશૈલીમાં બાળકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે. બાળકોનો શારીરિક તથા માનસિક વિકાસ જન્મથી લઈને શરૂઆતના ૫ વર્ષમાં ૯૦% જેટલો થઈ જાય છે. આ વિકાસની ઝડપમાં જો બાળકને આહારરૂપી ઈંધણ ઈચ્છનીય રીતે પૂરું ન પડે તો ન પૂરી કરી શકાય તેવી ખોટ સર્જાતી હોય છે. પહેલાના સમયમાં લોકો અનાજ માંથી વિવિધ વાનગીઓ બનાવી ભોજન તરીકે ઉપયોગમાં લેતા જયારે આજના સમયમાં લોકોને પેકિંગ વાળી વસ્તુઓ અને ફાસ્ટફૂડ ખાવાની આદત પડી ગઈ છે. આજે બાળકો લંચ બોક્સમાં પેકેટફૂડ લઈને આવે છે. બાળકને બાળપણથી જ આવા જંકફૂડની આદત પાડવામાં આવે છે.

"આહાર એ જ ઔષધ છે, ત્યાં દવાનું શું કામ,

આહાર વિહાર અજ્ઞાનથી દવાખાના થાય છે જામ”

માતા-પિતાના વર્તન વ્યવહાર બાળક માટે દર્પણની ગરજ સારે છે. એક આદર્શ માતાએ બાળકને જંકફૂડની દુનિયામાંથી બહાર લાવી તંદુરસ્ત ખોરાક આપવો જોઈએ. નાનપણથી જ બાળકને વિવિધ ફળો, શાકભાજી, અનાજ, કઠોળ, દૂધ વગેરે આહાર તરીકે ઉપયોગમાં લેતા શીખવવું જોઈએ અને જંકફૂડથી દુર રાખવા જોઈએ.

“જાગ્યા ત્યાંથી સવાર” આ કહેવતને ચરિતાર્થ કરવા અને વાલીશ્રી(માતાઓ) પોતાના બાળકના આહાર પ્રત્યે જાગૃત થાય એ માટે અમારા બાલભવનમાં માતાઓ માટે “Instant Healthy Cooking Competition” રાખવામાં આવી હતી. જેમાં ઘણાં બધા વાલીશ્રીઓએ ભાગ લીધો હતો અને ખુબ જ સુંદર વાનગીઓ બનાવી હતી.


340 views0 comments
bottom of page