gajeravidyabhavanguj
પોલીસમિત્ર” ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ
ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમો જાણે તથા અન્યને સમજાવે તથા ઘરમાં તેનું પાલન કરાવે તે હેતુથી ટ્રાફિક પોલીસ શાખા અને ગજેરા વિદ્યાભવનનાં ઉપક્રમે “પોલીસમિત્ર” કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક રીહર્સલ કરવામાં આવ્યું હતું જેમાં શાળાનાં વિદ્યાર્થીઓને તેનાં શિક્ષકમિત્રોની ટીમની સાથે તથા ટ્રાફિક જવાનની સાથે રહીને શાળાની બહારનાં ભાગમાં ટ્રાફિક અંગેનાં નિયમોની જાણકારી માટેનું રીહર્સલ કરવામાં આવ્યું હતું. બાળકો ધ્વારા જ શાળાનાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને યોગ્ય ટ્રાફિકનાં નિયમની સમજ આપી હતી. જેમાં ટ્રાફિક પોલીસ અધિકારીશ્રી તથા શાળાનાં આચાર્યશ્રી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળા ધ્વારા પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જુદી-જુદી ટીમ બનાવીને રોજે રોજ શાળામાં બાળકો આવે ત્યારે અને છુટે ત્યારે બહાર ટ્રાફિક ન થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા ટ્રાફિક જવાનો સાથે કરવામાં આવી છે. જેથી લોકોને ટ્રાફિક નિયમોને અનુસરવા માટે તથા નિયમોનું પાલન કરવા માટેની જાહેર અપીલ કરવામાં આવે છે. જેમાં ટ્રાફિક પોલીસ શાખા ધ્વારા ખૂબ જ સારો સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જે અભિનંદનને પાત્ર છે.