top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પ્રેમ અને વિશ્વાસનું અનોખું બંધન - રક્ષાબંધન

“રક્ષણના એક વચને રેશમની દોરે પ્રસરણ પામતો એક સંબધ એટલે ભાઈ -બહેન.”

માનવ જીવન અનેક વિવિધતાઓથી ભરેલું છે. આપણે આપણા જીવનકાળમાં અનેક પ્રકારના કર્તવ્યો અને જવાબદારીઓ નિભાવવામાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પરિવાર માટે સમય કાઢવો ખુબ જ મુશ્કેલ થઈ પડે છે. આવી

પરિસ્થિતિમાં તહેવારો જીવનમાં સુખદ પરિવર્તન લાવે છે તથા જીવનમાં આનંદ-ઉલ્લાસ અને નવીનતાનો સંચાર કરે છે. ઉત્સવો સાથે આપણો જીવંત સંબધો સદીઓથી બંધાયેલો રહ્યો છે. દરેક તહેવારોનું આગવું મહત્વ રહેલું હોય છે. ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન.

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના નિર્મળ સ્નેહભાવને ઉજાગર કરે છે અને ભાઈના બહેનની આ જીવન રક્ષા કરવાના સંકલ્પને યાદ અપાવે છે.

માનવજાતમાં ‘માં’ નો પ્રેમ અને સુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબધોની તોલે જગતમાં બીજો કોઈ સંબધ ન આવે.

રક્ષાબંધનની ઉજવણી અલગ અલગ નામથી પણ થાય છે. ઉત્તરભારતની અંદર તે કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે. ત્યાં પશ્રિમમાં તેને નાળીયેળ પૂર્ણિમાના નામથી ઉજવાય છે.

“આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી આ તો બહેનનો ભાઈ અને ભાઈનો બહેનને હૃદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે.”

એક વખત ભગવાન શ્રીકૃષ્ણ શેરડી ખાઈ રહ્યાં હતા ત્યારે શેરડી તેમની આંગળી પર વાગી જવાથી લોહી વહેવા લાગ્યું આ જોઈને દ્રોપદીએ પોતાની સાડીની કિનારને ફાડીને શ્રીકૃષ્ણની આંગળીએ બાંધી દીધી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ એ તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું અને આજીવન તેને નિભાવતા રહ્યાં.

આમ, પૌરાણિક કથાઓની સાથે સાથે ભારતીય ઈતિહાસમાં પણ રક્ષાબંધનના અલગ અલગ સ્વરૂપોની ઝાંખી મળી આવે છે. પરંતુ સમયની સાથે તેમાં પણ પરિવર્તન થઈ રહ્યું છે. હવે આ પર્વ સંપૂર્ણ રીતે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક બની ગયું છે. જેની અંદર બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ આખી જીંદગી તેની રક્ષા કરવાનું વચન આપે છે.

આ પવિત્ર પૂનમે સાગર ખેડુઓ દરિયા દેવને નારીયેળી અર્પણ કરીને પૂજા કર્યા બાદ સાગર ખેડવાની શરૂઆત કરે છે અને વેદજ્ઞ બ્રહ્મનો જનોઈ ધારણ કરે છે. તેથી તેને બળેવ તરીકે પણ ઓળખાય છે.


“પિતાને તુલ્ય વાત્સલ્ય ધરોહર એ ભાઈ હોય,

માતાને તુલ્ય સુખ:દુઃખની સાથે એ બે’ના હોય”

બાળકોને ભાઈ-બહેનના આ પવિત્ર પ્રેમના ઉત્સવનું મહત્વ સમજાય એ માટે અમારા બાલભવનમાં

ઓનલાઈન વર્ગમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. જેમાં શિક્ષકોએ નાનકડી નાટ્યકૃતિ દ્વારા ભાઈ-બહેનનો પ્રેમ દર્શાવ્યો હતો અને રક્ષાબંધનની એક્ટીવીટી દ્વારા બાળકને મૌલી (નાડાછડી) અને સ્ટોનની રાખડી બનાવતા શીખવાડવામાં આવ્યું હતું તેમજ વૃક્ષોનું મહત્વ સમજાવી તેને બચાવવાના શપથ લેવડાવી વૃક્ષને પણ ઈકોફ્રેન્ડલી રાખડી બનાવી બાંધી હતી તેમજ સરહદ પરના સૌનિકોનું મહત્વ બાળકોને સમજાય એ હેતુથી સૌનીકોને રાખડી બાંધી તેની સમજ આપી હતી.108 views0 comments
bottom of page