top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પ્રેમ અને ખુશી

"બાળ ઉછેરમાં ન ચાલે દેર કે અંધેર,

રાખીએ તેની ખૂબ જ સંભાળ સુરક્ષિત રહીએ આપણે ઘેર."


જીવનને તંદુરસ્ત બનાવવા ની માસ્ટર કી છે- જ્યાં હોય ત્યાં અને જ્યાં જાઓ ત્યાં પ્રેમ નો પ્રસાર કરો.

મનુષ્યને સામાજીક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. જેનામાં સમજ લાગણી, ગુસ્સો, પ્રેમ, ખુશી સુખ-દુઃખ, હાવભાવ, બોલવાની, સાંભળવાની તથા અભિવ્યક્ત કરવાની સમજ છે.

બાળક પ્રેમની ભાષા સમજે છે. કોણ હડધૂત કરે છે, કોણ પ્રેમથી બોલાવે છે, તેની ભાષા બાળકને સમજ પડે છે. જો બાળકને માતાપિતાનો પ્રેમ યોગ્ય સમયે ન મળે તો આગળ જતાં બાળકનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તેથી બાળક નો ઉછેર ખૂબ જ પ્રેમથી કરવો જોઈએ. માતા-પિતાના વર્તનની નકારાત્મક અસર પણ કોઈકવાર બાળક ઉપર થાય છે. બાળક ખૂબ જ ભાવુક હોય છે. તેઓના મનમાં દરેક પ્રત્યે પ્રેમની ભાવના હોય છે. દુનિયામાં આજે જો કોઈનો પ્રેમ નિ:સ્વાર્થ રહ્યો હોય તો એ છે માતા પિતા નો પ્રેમ. માતા-પિતાનો વધુ પડતો પ્રેમ બાળકને પાંગળુ બનાવી દે છે. ત્યારે બાળકનો સર્વાગી વિકાસ રુંધાઈ જાય છે.

આજે સૌની એક સાર્વજનિક સમસ્યા છે કે સમય નથી. સૌ કોઈ સંપત્તિ કમાવાની લાલચમાં સંતતિ સાચવવાનું ભુલાઈ જાય છે. જે પૈસાલક્ષી જીવન અને પરીક્ષાલક્ષી જીવનશિક્ષણ બાળકોના ઘડતરમાં સૌથી વધુ બાધક છે. બાળકોની ખામીઓ શોધવા કરતા તેમનામાં રહેલી ખૂબીઓને પ્રેમથી બિરદાવી જોઈએ. હજારો મીણબત્તીઓને એક મીણબત્તીમાંથી પ્રકાશિત કરી શકાય છે.અને તેનાથી મીણબત્તીનું જીવન ટૂંકું નથી થતું. એ જ રીતે ખુશી વહેંચવાથી ક્યારેય ઘટતી નથી. હાસ્ય જીવનમાં ખુશી ઉમંગ ભરી દે છે. જેના કારણે જીવન જીવવા માટે પ્રેરણા મળે છે. એક કહેવત છે કે “હસે એનું ઘર વસે" ખુશી ઘરના વાતાવરણમાં પોઝિટિવ(હકારાત્મક) એનર્જી પૂરી પાડે છે.

"ઘર સે મંદિર હે બહુત દૂર,

ચલો યુ કરલે કિસી રોતે હુએ,

બચ્ચો કો હસાયા જાયે."

ખુશી એ જીવન જીવવાની એક અદભુત કળા છે. નાની નાની ખુશીઓથી જીવનને ભરી લેવું એ સારી સેહતની નિશાની છે. ખુશી (હાસ્ય) દ્વારા કેટલાક લોકોનો ઈલાજ કરવામાં આવે છે. તેથી જ તો ઈશ્વરે બાળપણને ચિંતાથી દૂર અને હાસ્યથી ભરપુર રહેવાનું વરદાન આપ્યું છે.

બાળ જીવનમાં મેઘ ધનુષ ની સમાન ખુશીની લહેર ફેલાવવાનું કાર્ય કોઈ કરે છે, તો તે છે ખુશી. જેવી રીતે જીવન જીવવા માટે ખોરાક અને પાણીની જરૂર છે તેવી જ રીતે ગમે તેટલું જીવનની વ્યસ્તતા વચ્ચે પણ બાળકને ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. એક નિર્દોષ બાળક હાસ્યથી જીવનમાં ફરી તાજગીને અનુભવી શકાય છે.

જો તમે ખુશ હશો તો તમારી આજુબાજુની દુનિયા પણ તમને આનંદિત લાગશે. અને જો ઉદાસ હશો તો એજ દુનિયા તમને દુઃખી અને અંધકારમય લાગશે. તો આ વિશ્વને આનંદિત બનાવવા માટેનું પ્રથમ પગથિયું છે. ખુશીના પાયા માં પહેલો પથ્થર પોતાનામાં બેસાડીએ.

"ખુશી વેચાતી નથી મળતી પણ ખુશી વહેંચવાથી જરૂર મળે છે"

ONE HAPPINESS ના સુત્રને સાર્થક કરતું ગજેરા ટ્રસ્ટ દ્વારા સંચાલિત વાત્સલ્યધામ તેનું જીવંત ઉદાહરણ છે. જ્યાં હજારો બાળકોને ઉત્તમ શિક્ષણ ,રહેઠાણ તથા જમવાની સુવિધા પૂરી પાડી છે.

દાયકા અગાઉ રોપેલું એક બીજ વટવૃક્ષ બનીને અનેક નિરાધારો ના જીવનમાં પ્રેમ અને ખુશી ફેલાવવાનું કાર્ય કરે છે. આ વટવૃક્ષ ના આધાર સ્તંભ(મૂળ) એવા વસંતદાદા ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.

60 views0 comments
bottom of page