top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન (Virtual Aquarium Field Trip)

"મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ,

હાથ લગાવો, ડર જાએગી,

બહાર નિકાલો મર જાએગી"

પૃથ્વી પરના દરેક ભૂમિભાગો પ્રાકૃતિક દૃષ્ટિએ એક બીજાથી અલગ પડે છે. દરેક પ્રદેશના લોકજીવન, રહેણીકરણી, સજીવસૃષ્ટિ અને વનસ્પતિ ઓમાં વૈવિધ્ય જોવા મળે છે. કોઈ વિસ્તારમાં વેરાન રણ કે સપાટ મેદાની પ્રદેશો જોવા મળે છે. ક્યાંક હિમાચ્છાદિત શિખરો તો ક્યાંક ખળખળ વહેતી નદીઓ જોવા મળે છે.

દરેક વિસ્તાર ના લોકો અને પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. સતત એકધારા જીવનથી માણસ થાકી જાય છે. આધુનિક સમયમાં જીવન ખૂબ જ ભાગ-દોડ વાળું બની ગયું છે. આવા નીરસ જીવનને જીવંત અને ખુશનુમા બનાવવા પ્રવાસ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પ્રવાસ પર્યટન થકી જ બાળકમાં સાંસ્કૃતિક વારસાની સમજ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે. પ્રાકૃતિક મહત્વ ધરાવતા જંગલો, ઉધાનો, જળાશયો, નદીકિનારાના સ્થળો, માછલી ઘર, પ્રાણી સંગ્રહાલયો વગેરે સ્થળોના પ્રવાસથી બાળકો પ્રકૃતિથી પરિચિત થાય છે. તેમનામાં પ્રકૃતિપ્રેમ અને પર્યાવરણનું જતન કરવાના ગુણો વિકસે છે.

“ડોલ્ફીન નામે માછલી એવી

સૌથી બુદ્ધિશાળી,

દરિયા ઉપર ઉજળી કુદી,

રમતી સાતતાળી”

તેમાં પણ જળચર પ્રાણીઓની રંગબેરંગી દુનિયા બાળકોમાં અચરજ અને જીજ્ઞાસા ઉત્પન્ન કરે છે. તેથી અમારા બાલભવનમાં બાળકોને વરચુઅલ Aquarium (માછલી ઘર) ની મુલાકાત કરાવી હતી. જેમાં બાળકોને માછલી ઘરમાં રાખવામાં આવતી માછલી, જળચર, ઉભચર તેમજ દરિયાઈ સસ્તન પ્રાણીઓ, કાચબા અને દરિયાઈ વનસ્પતિની ઓળખ આપી હતી. તેમજ તાજા પાણીની માછલી, નદી અને તળાવની માછલી તેમજ ખારા પાણીની માછલી વિશે વિસ્તૃત સમજુતી આપી હતી. બાળકોને ઓનલાઈન ક્લાસમાં માછલી ઘરની મુલાકાત કરવાની ખૂબ જ મજા આવી હતી.

"તળાવ માછલા તરતા હતા,

નાના નાના માછલા, મોટાં-મોટાં માછલા,

સોનેરી માછલાં, રૂપેરી માછલાં,

વચ્ચમાં બે કાચબા તરતા હતા.."




434 views0 comments
bottom of page