gajeravidyabhavanguj
પ્રવૃતિશીલ શિક્ષણ
“જે માણસ સુક્ષ્મ આયોજન કરે એને સફળતા મળે જ મળે.”
વર્તમાન સમયમાં શિક્ષકો ગતિશીલ નહીં હોય તો પોતાના બાળકોને પ્રગતિશીલ બનાવી શકશે નહીં. મનુષ્ય ની પ્રગતિ અને સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેન્દ્ર સ્થાને છે. માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓ ક્યારેક અંગ્રેજી વિષયમાં મૂંઝવણ અનુભવે છે. એનો અર્થ એવો નથી કે બાળક સાધારણ છે. એનો બીજો અર્થ એ પણ નથી કે બાળક અંગ્રેજી વિષયમાં સાધારણ છે બસ બાળકને થોડા માર્ગદર્શન અને પ્રવૃત્તિની જરૂર છે.

પથ્થરને લોખંડ તોડી શકે, લોખંડને અગ્નિ પીગળાવી શકે, અગ્નિને પાણી ઠારી શકે, પાણીને ગરમી સૂકવી શકે, પરંતુ દૃઢ સંકલ્પ અને આત્મવિશ્વાસને કોઈ તોડી શકતું નથી.ઝડપથી સરી જતાં સમય સાથે શિક્ષક આધુનિક પ્રવાહ સાથે કદમ મિલાવે વિદ્યાર્થીઓ પણ સમયને અનુરૂપ વધુ ધ્યાન આપે એવા આશયથી અંગ્રેજી વિષયમાં બાળકો સ્પેલિંગ સરળતાથી કેવી રીતે મોઢે રાખે તેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ છે.
“સોચ કો બદલો સિતારે બદલ જાયેંગે,
નજર કો બદલો નજારે બદલ જાયેંગે,
કસ્તીયો બદલને કી જરૂરત નહિ, દોસ્તો,
દિશા કો બદલો કિનારે બદલ જાયેંગે...”
“સિદ્ધિઓના કોઈ શોર્ટકટ નથી હોતા” સાવ નકારાત્મક માનસિકતા સાથે ક્યારેય સફળતા સુધી જઈ શકતું નથી. હંમેશા શુદ્ધ નિયત અને શુદ્ધ પરસેવાનું ગૌરવ થતું હોય છે. કોઈને મહેનત વગર મહાનતા મળતી નથી.
“સેવા અને સ્વાર્થનો સોદો ન થાય.” આ ઉદાહરણ શિક્ષણમાં પણ એટલું જ લાગુ પડે છે. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને જેટલો વધારે લાભ મળે તે આશયથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે.
અંતે એટલું જ કહેવાય કે “નિષ્ઠા જ મારી મને લઈ ગઈ મંઝિલે.”