gajeravidyabhavanguj
પ્રવૃતિમય શિક્ષણ દ્વારા “રંગોનું મહત્વ”

રંગ એ પ્રવૃત્તિની અનોખી ભેટ છે. આપણા જીવનમાં રંગોનું ખુબ મહત્વ હોય છે. રંગોનો સાચો ઉપયોગ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ અને ખ્યાતીને વધારે છે. તમે કેવું વિચારો છો? તમારો વ્યવહાર કેવો છે? તમે કેટલા ઉર્જાવાન છો? આ બધુ જ તમને પસંદ આવનારા રંગો પર નિર્ભર છે.
રંગોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને બાળકોમાં એકાગ્રતા અને યાદશક્તિમાં વધારો કરી શકાય છે. સૂર્યના કિરણોમાં સાત રંગોનો સમાવેશ થાય છે જેને પ્રવૃત્તિ સારા માનવ આરોગ્ય જાળવવા માટે પ્રદાન કરે છે.
બાળકને ભણવાની સાથે જો તેમને આનંદ આપે તેવી પ્રવૃત્તિ પણ પીરસવામાં આવે તો બાળકની આંતરિક શક્તિઓને ખીલવી શકાય. ફક્ત ભણવા ઉપર ભાર કરતાં તંદુરસ્ત સમાજ માટે બાળક દરેક કક્ષાએ આગળ વધે તે જરૂરી છે. પ્રવૃત્તિમય શિક્ષણ બાળકને આપવામાં આવે તો એ કોઈપણ બાબતે પાછું નહીં પડે, અને તેના વ્યક્તિત્વમાં ચાર ચાંદ લાગશે.
શિક્ષણની સાથે સાથે બાળક પોતાના ગમતા વિષયો પસંદ કરે અને પ્રવૃત્તિ, પ્રયોગ અને હુન્નર દ્વારા શિક્ષણ મેળવે એના પર પણ ભાર મૂકવો જોઈએ. આમ, વિવિધ પ્રવૃતિમય શિક્ષણ દ્વારા બાળકના જીવન કૌશલ્યનો વિકાસ થાય છે.