gajeravidyabhavanguj
પ્રથમ સામાયિક મુલ્યાંકન

બાળઅભ્યાસનો પ્રત્યેક તબક્કો માતા-પિતાના કુનેહની કસોટી સમાન છે. બાળકની શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક વિકાસ તેના ઉન્નત અને ગુણવાન વ્યક્તિત્વને ખીલવે તે માટે માતા-પિતા સૌથી મોટું પરિબળ છે. તેમાં પણ બાળક અને માતા-પિતાને જોડતી કડી એટલે શિક્ષક. આજનો સમાજ શિસ્ત માટે, સુસંસ્કારો માટે, જીવનના મુલ્યો માટે શિક્ષક તરફ જ મીટ માંડીને બેઠો છે.
શિક્ષક અને વાલી બંનેના કેન્દ્રમાં વિદ્યાર્થી રહેલો છે. જેના સર્વાગી વિકાસની જવાબદારી આ બંને પર રહેલી છે. બાળકને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ અને ઉત્થાન માટે અત્યંત જરૂરી છે. ભારતનો ભાવિ નાગરિક વિશ્વની પ્રગતિ સાથે પાકો ઘડવૈયો બને એ જ શિક્ષણનો મુખ્ય હેતુ છે.
માતા-પિતા અને શિક્ષકોની વિદ્યાર્થી માટેની ફરજ એટલી જ છે કે એવું વાતાવરણ પૂરું પાડે કે જેથી વિદ્યાર્થીની પ્રતિભા ખીલી ઉઠે. બાળકને માતા-પિતા અને શિક્ષકોના માર્ગદર્શન અને હુંફ ની જરૂર છે. એક શિક્ષક જ વાલી અને વિદ્યાર્થી વચ્ચે મધ્યસ્થી બની બાળકના અભિરુચી અને કાર્યક્ષમતા જોઈ તેના અભ્યાસ અંગે વાલીશ્રીને માર્ગદશન આપી શકે છે.

વિદ્યાર્થીના યોગ્ય વિકાસ માટે વાલી અને શિક્ષક વચ્ચે સુસંવાદ સ્થપાય એ આવશ્યક છે. તેથી જ અમારી શાળામાં માસવાર વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને બાળકના પ્રથમ સામાયિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા બનાવેલ પ્રોજેક્ટ, માછલીઘર, દિવાળીકાર્ડ અને માટીમાંથી બનાવેલા દિવાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.