gajeravidyabhavanguj
પ્રકૃતિ સાથે કલાનું શિક્ષણ
પ્રકૃતિ એટલે કે પર્યાવરણ, પર્યાવરણ આપણી આસપાસ રચાયેલી એક કુદરતી દેન છે. પર્યાવરણથી જ જીવસૃષ્ટિની જીવંતતા છે અને એટલા માટે પ્રકૃતિને ઈશ્વરની ઉપમા આપવામાં આવેલ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-7 માં વિષય-ચિત્રકામના તાસમાં ચિત્ર શિક્ષક દ્વારા વડના પાન, પીપળાના પાન પર પેઇન્ટિંગ શીખવવામાં આવેલ હતું. તેમાં વિદ્યાર્થીઓએ આ પાન ઉપર સીનેરી, ગણપતિ, રાધાકૃષ્ણ વગેરે પેઇન્ટિંગ પોત-પોતાની આવડત તેમજ સૂજ પ્રમાણે બનાવી અને સુંદર મજાના કલરોથી આ ચિત્રોને આકર્ષક બનાવેલ હતું.
આ પ્રકૃતિ નો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને વિદ્યાર્થીઓ પ્રકૃતિ નું મહત્વ સમજે તેમજ તેમનો સારી રીતે ઉપયોગ કરતા શીખે. આ પ્રવૃતિ પાછળ બીજો પણ એક હેતુ એ છે કે વિદ્યાર્થીઓ કાગળનો બચાવ કરીને પાન ઉપર પોતાનું હુન્નર દાખવી શકે એ પણ છે. જેથી કરી તેમની અંદર રહેલી કલા બહાર લાવી શકાય તેમજ ભવિષ્યમાં આ પ્રકૃતિનું રક્ષણ કરે એ છે.
પ્રાચીન સમયમાં ગુરુકુળની અંદર પ્રકૃતિ સાથે કલાનું શિક્ષણ આપવામાં આવતું હતું. જેમાં વિદ્યાર્થીઓને ગુરુજી પ્રકૃતિના જુદા જુદા તત્વના સાનિધ્યમાં રહીને કલાનું શિક્ષણ આપતા.
વૃક્ષો વાવો જીવન બચાવો એ પ્રચારચિત્રને સાર્થક કરવા વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર દોરી પ્રકૃતિનું મહત્વ સમજશે. પ્રકૃતિ આમ સમગ્ર સૃષ્ટિ પર્યાવરણને આભારી છે. આ બાબત માનવી સારી પેકે જાણતો હોવા છતાં તે પ્રકૃતિનો બેફામ ઉપયોગ કરે છે. પ્રકૃતિનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે. ભારતીય નાગરિકો માટે તો એ બંધારણીય ફરજ પણ છે. પરંતુ માનવીએ તેનું જતન કરતાં પતન વધુ કર્યું છે. જેથી હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડિત છે. પ્રદૂષણ અટકાવવા માટેના પ્રચાર ચિત્રો વિદ્યાર્થીઓ દ્વારા બનાવી જન-જાગૃતતા લાવી શકાય છે.