gajeravidyabhavanguj
પ્રકૃતિની સંગાથે શિક્ષણ
“પ્રકૃતિ જેવી બીજી કોઈ નથી કૃતિ, ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આકૃતિ. થઇ ન જાય કદી એની વિસ્મૃતિ, ચાલો શીખીએ એના તરફ જાગૃતિ.”
મનુષ્ય પ્રકૃતિનું સંતાન છે. એનું અસ્તિત્વ પ્રકૃતિ પર જ નિર્ભર છે. તેથી બાળકને ચાર દીવાલોમાંથી બહાર કાઢીને પ્રકૃતિના ખોળામાં ખીલવીએ. પ્રકૃતિ નિશ્ચિતરૂપે બાળકોની મનોવૈજ્ઞાનિક અને શારીરિક ક્ષમતામાં સુધારો કરે છે.

“જ્ઞાનનો એક માત્ર સ્તોત્ર અનુભવ છે.”
અનુભવ આધારિત શિક્ષણએ ખુબ અસરકારક શૈક્ષણિક પધ્ધતિ છે. બાળકોને પ્રકૃતિના સાનિધ્યમાં અનુભવ આધારિત શિક્ષણ આપવામાં આવે તો તેઓ ઝડપથી શીખી શકે છે. બાળકોને છોડની વાવણી કરતાં, તેનું જતન કરતાં શીખવીએ જેથી બાળક છોડના વિકાસની પ્રક્રિયા શીખી શકે છે. બાળકો વિવિધ છોડ અને વૃક્ષો ના જુદાં-જુદાં ભાગો જેવા કે, ફળ, ફૂલ, પાન અને તેની ઉપયોગીતા વિશેની સમજ મેળવી શકે. જેથી બાળકો પ્રકૃતિથી માહિતગાર થાય અને જીવનવ્યવહારમાં તેનો ઉપયોગ કરતાં શીખે.
બાળકોને વર્ગખંડના વાતાવરણ સિવાય પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવામાં આવે તો બાળક ઝડપથી જ્ઞાન મેળવી શકે છે, સતત વિચારશીલ બને છે. આથી, બાળકના “જીજ્ઞાશું” મનનો વિકાસ થાય છે.