top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પેપર બેગ વર્કશોપ

ઈ.સ. 105 માં ચીનના દરબારમાં કંચુકી તરીકે કાર્ય કરતા ત્સાઈ લુને પ્રથમ કાગળ બનાવ્યો. જોકે આ પહેલાં પણ ચીનમાં રેશમના તાંતણામાંથી કાગળ બનાવવામાં આવે એવા ઉલ્લેખ સાંપડે છે. આમ છતાં લાકડાની છાલ રેશમ, માછલા પકડવાની જૂની જાળ વગેરેના તાંતણામાંથી ત્સાઈ લુને જ પ્રથમ વાર કાગળ બનાવ્યો. તેમ કહી શકાય. કાગળ બનાવવાની તે પદ્ધતિ 500 વર્ષ સુધી ગુપ્ત રહી.

ઈ.સ. પૂર્વે 3500 ની આસપાસ ઈજીપ્તમાં લખાણ કે ચિત્રકામ કરી શકાય તેવા પદાર્થની જરૂરિયાત ઊભી થતાં હાલમાં કાગળ જેવો પદાર્થ જેને ગ્રીક ભાષામાં ‘પેપીરસ’ પરથી પેપર શબ્દ આવ્યો છે. CYPERUS PAPYRUS નામના છોડમાંથી તે મેળવવામાં આવતો.તેનો ઉપયોગ યુરોપમાં બારમાં સૈકા સુધી થતો . યુરોપમાં બીજા સૈકા માં પાર્ચમેન્ટ કાગળ જે તે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવતો તેનો ઉપયોગ કરવામાં આવતો.તાડપત્રો , મીણ અથવા પ્લાસ્ટર કરેલા લાકડાનાંબોર્ડ, વૃક્ષના થડનું અંદરનું પડ વગેરે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાય તે લખવા માટેના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા.

ભારતમાં કાગળ જેવી બે વસ્તુઓ તાડપત્ર તથા ભુર્જપત્રનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે.તાડના પન્ના ૨.૫-૧૦ સેમી પહોળા ટુકડાને ગરમ પાણીમાં ઉકાળીને સુકવવામાં આવતા. ત્યારપછી તેમના પૃષ્ઠ ભાગ પર શંખ અથવા કોડી જેવી સુંવાળી વસ્તુ ઘૂંટીને અણીદાર સળી દ્વારા લખવામાં આવતું. ક્યારેક કોતરેલા લખાણ પર જોશનો લેપ કરતા લખેલા અક્ષર કાળા થતા.


આજકાલ કાગળ સમગ્ર વિશ્વમાં બનાવવામાં આવે છે. આપણે તેનો ઉપયોગ દરરોજ કરીએ છીએ. જયારે આપણે અખબારો, સામયિકો અને પુસ્તકો વાંચીએ છીએ ; બાળકો કાગળથી બનેલા પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરીને શાળામાં અભ્યાસ કરે છે. તે જ સામગ્રીથી બનેલી નોટબુકમાં લખીએ છીએ.

કાગળ એ એક પાટલો પદાર્થ છે.જેની પર લખવાનું કે કાપવાનું કાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત કાગળ વડે વસ્તુઓનું પડીકું વાળી બાંધી પણ શકાય છે. માનવ સભ્યતાના વિકાસમાં કાગળનું ખુબ જ મોટું યોગદાન રહેલું છે. ભીના તંતુઓને દબાણ આપીને તેમ જ તત્પ્રશ્યાત સુકવીને કાગળ બનાવવામાં આવે છે. આ તંતુ પ્રાય: સેલ્યુંલોઝની પલ્પ હોય છે. જે લાકડી, ઘાસ, વાંસથી બનાવવામાં આવે છે.

એના અનુસંધાનમાં કાગળનું મહત્વ વિદ્યાર્થીઓ જાણે તે માટે અને કાગળનો સચોટ રીતે ઉપયોગ કરે તે માટે આપણી શાળામાં પેપર બેગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજ ના આધુનિક યુગમાં પ્લાસ્ટીકનું વધતું જતું પ્રદુષણ સમાજના સ્વાસ્થ્યને હાનીકારક છે. આથી તેના વપરાશને ઘટાડવા માટે વિદ્યાર્થીને તેની માહિતી મળે તે હેતુ થી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

2,493 views0 comments

Recent Posts

See All
bottom of page