gajeravidyabhavanguj
પાનાકૃતિ
“परोपकाराय फ़लन्ति वृक्षाः”
કહેવાય છે કે આ સૃષ્ટિ બહુ રમણિય છે, સુંદરતાનો સમૂહ છે એ સુંદરતાના સમૂહમાં વૃક્ષો છે. વૃક્ષો અને વનો એ ફક્ત રાજ્ય કે રાષ્ટ્રની સંપત્તિ નથી પરંતુ ‘અખિલ વિશ્વ’ ની મહામૂલી સંપત્તિ છે. જેના લીધે માનવી- પશુ-પંખી અને અન્ય સજીવોનું જીવન સુખી અને સમૃદ્ધ બને છે. વૃક્ષોનું જતન એ જ આપણી અનિવાર્ય ફરજ છે.
“લીલાછમ વૃક્ષોની હારમાળા જોઇને મન કેવું પ્રસન્ન થઇ ઊઠે!”
વૃક્ષો જગતની સેવા કરવા જ જન્મે છે ને જીવે છે. વૃક્ષોને કારણે જ આબોહવા શીતળ અને સમધારણ રહે છે. ધરતીને જીવાડનાર મેહુલો વૃક્ષને કારણે જ ખેંચાઈ આવે છે. વૃક્ષોની સુગંધ પોતાના શ્વાસમાં ભરીને આવતો વાયુ આપણને નિરોગી રાખે છે.
આપણા દેશમાં ઘણી વનસ્પતિ ઊગે છે ને તેમાંથી ઔષધિય પદાર્થો તેમજ રંગ, રેસા, તેલ,અત્તર વગેરે બીજી ઘણી આપણી જરૂરિયાતની વસ્તુઓ બનાવી શકાય તેમ છે. પણ એ વનસ્પતિ જાણે છે કોણ? ને જાણે છે તે કહેતા કે શીખવતા નથી. આપણા દેશમાંથી ઘણી વનસ્પતિ બીજા દેશમાં જાય છે. અને ત્યાંથી તેમાંથી તેના રૂપ, રંગ, ગુણના પદાર્થો બની તે નવા રૂપમાં પાછી આવે છે પણ આપણે કશું જ કહી શકતા નથી કેમકે આપણે તે જાણતા નથી!
ભવિષ્યની પેઢીઓ આ પરિસ્થિતિનો સામનો ન કરે તે હેતુથી બાળકોને આપણા દેશની સમૃદ્ધિનો અમૂલ્ય ભાગ-‘વનસ્પતિ’ તેના વિશે તેના જુદા-જુદા પાન, આકાર, કિનારી, ઉપયોગીતા વિશે માહિતગાર કરી બાળકો પાસે ‘પાનાકૃતિ-પાનમાંથી જુદી-જુદી આકૃતિ’ ની પ્રવૃતિ કરાવી હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમણે કરેલી અદભુત, નિખાલસ પાનાકૃતિઓને તેમના વર્ગખંડમાં બુલેટીન બોર્ડ પર શણગારી તેમની પાનાકૃતિઓને બિરદાવી હતી.
“One touch of nature makes the whole word kin” - William Shakespeare