top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પૃથ્વી પર પક્ષીઓના કલરવને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ....


"જળ તરસે ને જબ ઉડે ચકલી, ઉનાળે દેજો નીર,

નહિતર ક્યારે નહીં સાંભળો, કુંજ કલરવ સોર.''

દરેક જીવ પર્યાવરણનો અભિન્ન અંગ છે. દરેક જીવ પ્રત્યે માનવમાં પ્રેમ, સંવેદના લેમન અને દયાભાવ ઉભો થાય એ જ સૌ જીવોના સહઅસ્તિત્વની ઉજવણીનો અવસર છે. ઉનાળાની શરૂઆત થતાં જ આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાફા મારવા પડતા હોય છે.

'નિસ્વાર્થ ભાવે કરાતી સેવા એ જ ખરી માનવતા'

"જળ છે તો જીવન છે"ગરમીની શરૂઆત થતાં જ પાણીની તાતી જરૂરિયાત વર્તાય છે આપણે માનવી તો ઘરમાં એસી અને પંખા ની નીચે તેને ઠંડા પીણા થી ગરમીમાં રાહત મેળવીએ છીએ. ત્યારે મૂંગા અને અબોલ પક્ષીઓ ગરમીના કારણે ભૂખ અને તરસથી તરફડીને મૃત્યુ પામે છે તેનું રક્ષણ એ આપણી ફરજ છે. જો આપણે આપણી ફરજ ચુકી શુ તો કુદરતની અમૂલ્ય દેન નાશ પામશે અને આપણી આવનારી પેઢી તેને જોઈ શકશે નહીં.

આ કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓની થોડીક મદદ કરીએ તો તેમને બચાવી શકાય છે. પશુ પક્ષી અબોલ જીવ એ કશું બોલી શકતા નથી પણ તેમની જરૂરિયાતો માનવી જેવી જ છે જરૂર છે માત્ર તેને સમજી અમલમાં મૂકવાની જેથી સાચી રીતે તેમનું રક્ષણ કરી શકાય.

આજે ૨૨ એપ્રિલ "વિશ્વ અર્થ દિવસ"ના રોજ અમારા નાના નાના ભૂલકાઓએ પૃથ્વીનો આભાર વ્યક્ત કરવા માટે પક્ષીઓ માટે અનાજ, પાણી અને રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી. બાળકોએ પક્ષીઓના માળા અને પાણીના કુંડા ઠેરઠેર મુક્યા હતા તેથી અબોલ પક્ષીઓને પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે જીવ દયા નો આ સુંદર સંદેશ બાળકોએ સમાજમાં પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.

199 views0 comments
bottom of page