gajeravidyabhavanguj
પોતાના અસ્તિત્વને ભુલાવીને ન જાણે કેટલાય સબંધોને નિભાવતું પાત્ર એટલે સ્ત્રી....
‘નારી ગૌરવ હૈ, નારી અભિમાન હૈ,
નારી ને હી રચા વિધાન હૈ,
વિધાતાના નવનિર્માણની કળાકૃતિ તું,
એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કરતું..”

"યંત્ર નાર્યસ્તુ પૂજનયંતે રમંતે તત્ર દેવતા”
જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. આ ભાવનાથી ભારતમાં સદીઓ પૂર્વે સ્ત્રી-સન્માનનો આદર્શ મૂર્તિમંત બન્યો છે.
નારીના જીવનમાં ભગવાને જે રાષ્ટ્રોનો સંચય કર્યો છે, તે અદ્ભુત છે પ્રકૃતિગત સુંદરતા અને નાજુકતાતો એનામાં છે જ તે સાથે તેનામાં ધરતી જેટલી અપાર સહનશીલતા પણ છે. સ્નેહ અને સમર્પણની તે મૂર્તિ છે.

માતા, બહેન, પત્ની અને પુત્રી તરીકે તે પુરુષના જીવનને સ્નેહથી સીંચે છે, આમ, નારી અનેક રૂપે અને ગુણે પુરુષને મદદરૂપ નીવડે છે.
જે દેશ અને સંસ્કૃતિમાં સ્ત્રીશક્તિ એટલે કે લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા વગેરે દેવીઓની પૂજા સમર્થ રાજાઓ અને વિદ્વાનો જ નહી, પરંતુ ખુદ ભગવાન પણ કરે છે.
એક સ્ત્રી ધારે તે ક્ષેત્રમાં પોતાના બળ અને બુદ્ધિ વડે સફળતા મેળવી શકે છે. પુરુષપ્રધાન માનસિકતા વચ્ચે પણ તેણે પોતાની મક્કમ ચલ અને આત્મવિશ્વાસ વડે એના ડંકા વગાડી દીધા છે.
સ્ત્રી એટલે...
“જીંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતા પૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદ્ભુત સર્જન....”

બાળઉછેર થી લઈને સામાજીક, રાજનૈતિક અને ટેકનિકલ ક્ષેત્રમાં પણ પોતાનું આગવું સ્થાન મેળવી લીધું છે.
નારીશક્તિ અને સ્ત્રીની ગૌરવગાથાને બિરદાવવા માટે ૮મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.

‘વુમન્સ ડે એટલે સન્માન અને સ્વીકારવાનો ઉત્સવ' આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને તક આપે છે કે રાષ્ટ્રોની ઉન્નતિ અને વિકાસમાં પોતાનું યોગદાન આપતી મહિલાઓને સન્માન આપીએ.

છે ખરી આધ્યશક્તિ રૂપ, સંસાર મહીં, નારી,
છે સારી પુરણ શક્તિરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી નારાયણી રૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી પરમેશ્વરી રૂપ, સંસાર મહીં, નારી,
છે સાચી પ્રેમ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે પુરી મમતારૂપ, સંસાર મહીં, નારી,
છે સારી ત્યાગ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે સાચી ક્ષમા સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી માન સ્વરૂપ, સંસાર મહીં, નારી.
મહિલા દિવસ નિમિત્તે બાળકોએ તેમની માતા, દાદી, શિક્ષકોનું સન્માન કરતી એક્ટીવીટી કરી.
ઈશ્વરની સૌથી સુંદર રચના એટલે સ્ત્રી.. તમામ નારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ..!!!