top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પંખ તો ખોલ જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ

માનવી એ પ્રકૃતિનો એક ભાગ છે. માનવી પોતાની જીવન શૈલી થી ચિંતાગ્રસ્ત બને છે, ત્યારે હકારાત્મક ઊર્જાના સંચાર માટે તે હંમેશા પ્રકૃતિની પાસે જવા પ્રેરાય છે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર પુસ્તકનું જ્ઞાન જરૂરી હોતું નથી પરંતુ તે અભ્યાસ દરમિયાન તેમજ સમાજમાંથી શું શીખી રહ્યો છે તે જાણવું પણ અત્યંત જરૂરી બને છે. આવા હેતુસર ગજેરા વિદ્યાભવન માં દર મહિને ઇન્ટર સ્કૂલ ડિબેટ કમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વખતે અલગ અલગ વિષય અલગ અલગ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ એ વિષયને અનુલક્ષીને માહિતી એકત્ર કરી પોતાના જ્ઞાનમાં વધારો કરે છે. ડિબેટ ને લીધે બાળકોમાં બોલવાની કળા અને આત્મવિશ્વાસ માં પણ વધારો જોવા મળે છે.

તારીખ 30 /12 /2022 ને શુક્રવારના રોજ ઉત્રાણ શાખામાં ઇન્ટર સ્કૂલ ડિબેટ કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગજેરા શાળા ઉપરાંત અન્ય શાળાઓ એ પણ ભાગ લીધો હતો.

પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ પોતાના વિષય વસ્તુની રજૂઆત ખૂબ જ સરસ અને ઉમદા કરી હતી. ત્યારબાદ બીજા રાઉન્ડ (પ્રશ્નોત્તરી) માં પણ દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી હતી. આખો કાર્યક્રમ એક પ્રેરણામય સાબિત થયો હતો.આવા કાર્યક્રમોથી બાળકોમાં નેચર વિશેની જાગૃતતા કેળવાય છે. પ્રવાસ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ નેચરને નુકસાન ન થાય તે વિશે તેઓ સભાન બન્યા. આ કમ્પિટિશન માં નિર્ણાયક તરીકેની કામગીરી ( ડો. ચિરાગ કે સિદ્ધપુરીયા, શ્રી શોભનાબેન ચાંપિયા , ડો. પંકજ લાઠીયા) બજાવી હતી. પ્રાથમિક વિભાગ માંથી બેસ્ટ સ્પીકર તરીકે ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ કતારગામના ધોરણ 7- E ના વિદ્યાર્થી ધામેલીયા મંત્ર પસંદગી પામ્યા.


ઓલ ઓવર કમ્પિટિશન ગજેરા વિદ્યાભવન પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ કતારગામ શાખાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો. આ સ્પર્ધામાં શાળાના શિક્ષકો, પ્રિન્સિપલ ,વાઇસ પ્રિન્સિપલ નો સહયોગ પણ ઉત્તરોત્તર વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે.

આવા જ્ઞાન વર્ધક કાર્યક્રમ કરવા બદલ શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઇ ગજેરા તેમજ કુમારી. કિંજલ ગજેરા નો ખૂબ ખૂબ આભાર.


575 views0 comments
bottom of page