top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પપ્પા: હીરો હૈ સદા કે લીએ...


પરિવારનાં પ્રાણવાયુ–પિતા

"પિતા એટલે ધગધગતો સૂર્ય, જે પરસેવો પડાવે પણ,

જીવનને ઉર્જાથી ચલાવે, પિતા એટલે કપરી મહેનત,

જે સમગ્ર શરીર-મનને થકાવે પણ, અંતે અપાવે સફળતા"

સંતાનના જન્મના સમાચાર સાથે જ માતા-પિતાનો જન્મ થાય છે. અનેક ગણા સપના સેવાય છે. અનેક જવાબદારીઓના બીજ રોપાય છે અને પિતાનાં દિલમાં પોતાના સંતાનના ભવિષ્યની, તેના ભણતરની કેટલીય વ્યસ્થા નક્કી થઈ જાય છે.

"સર્જન માટે સ્વની આહુતિ એ પિતા પદનું પ્રથમ ચરણ છે અને સંતાનોનું સર્વથા કલ્યાણ એ પિતા પદનું અંતિમ સોપાન છે."

આપણા સમાજમાં દેવકી-યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય થાય છે, પરંતુ નદીના પૂરમાં મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત લઈ જનારા વસુદેવને કેમ વિસરી જઈએ. રામએ કૌશલ્યના પુત્ર અવશ્ય છે. પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્ય તો રજા દશરથ પામ્યા હતા.

"આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પિતા"

હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પિતા”

માતાને પૂજનીય પદથી અલંકૃત કરાયું છે. તો પિતાની ભક્તિ, તેમનો પ્રેમ, તેની લાગણી ત્યાગ અને બલિદાનની ભાવના અને કુટુંબ માટે આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. એક પિતા જ આખો દિવસની મહેનતના થાક્યા હોવા છતાં પોતાના બાળકનો ચહેરો જોઇને ખુશીથી ઝૂમી ઉઠે છે. બાળક માટે ક્યારેક સુપર મેન બની જાય છે તો ક્યારેક બાળકની ઢાલ બની જાય છે.


“પિતા એક એવી વ્યક્તિ છે જે બાળકનો હસતો ચહેરો જોવા માટે એમની બધી તફ્લીકો છુપાવે છે...!!”

પિતા એટલે પરિવારનું એવું છાત્ર જ્યાં પ્રેમ અને લાગણીની હુંફ છે, જ્યાં ધર્મ અને શ્રદ્ધાના આસ્થારૂપી તોરણ બંધાયેલા છે. જ્યાં ત્યાગ, બલિદાન અને કર્તવ્યની પ્રેરણા છે. પિતા એ ‘પદમ’ કમળના એવા પુષ્પ રૂપે છે. જે દલદલ ભર્યા વિષમ જીવનમાં ગરજતી વિજળી અને વરસતા વાદળ સામે હસ્તે મુખે અડીખમ ઉભું છે.

‘સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પિતા’

પોતાના સંતાનોના સુખ, શોખ અને સુવિધા માટે પોતાની ઈચ્છાઓનું હંમેશા બલિદાન આપતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી.

પિતાનાં આ ક્ષણને અદા કરવા માટે ભારતમાં જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.“નસીબ વાલે હૈ જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ,

સારી જીદે પુરી હો જાતી હૈ જબ પિતા કા સાથ હોતા”

અમારા બાલભવનમાં પણ ‘ફાધર્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ પોતાના પિતાને સ્મૃતિભેટ તરીકે ‘ફાધર્સ કાર્ડ’ બનાવ્યા અને પિતાને ભેટ સ્વરૂપે આપી તેમના આશિર્વાદ મેળવ્યા તેમજ આ દિવસ તેમના માટે યાદગાર બની રહે એ માટે ખુબ જ સુંદર ડાન્સ કર્યો અને પોતાના પિતા સાથે વિવિધ ગેમ્સની મજા માણી.

અંતમાં કદી પિતા રૂપે તો કદી મિત્ર સ્વરૂપે તમારો હાથ અમારી ઉપર છે તમને ભેટ સ્વરૂપે શું આપીએ? પ્રભુને એટલી જ પ્રાર્થના હર જન્મમાં તમે જ પિતા....

‘જેના પ્રેમ ને ક્યારેય પાનખર ના આવે એનું નામ પિતા’


243 views0 comments
bottom of page