gajeravidyabhavanguj
પર્યાવરણ સુરક્ષા આપણા હાથની વાત.

આજે પર્યાવરણ જાળવણી સંબંધી ઘણા પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યાં છે તેનાં ઉકેલ માટે આપણી ભૂમિકા શું હોય શકે? જયુસબાર, કોફીબાર જેવાં નામ આપણે બધાએ સાંભળ્યા હશે, જેમાં જયુસ, કોફી, ભરેલાં કપ પીરસવામાં આવે છે, ઓક્સિજન બારમાં શું પીરસે? ઓક્સિજનબારમાં જાઓ તો એક માસ્ક પહેરવા આપે, જેમાં હોસ્પિટલની જેમ નાક આગળ નળી ગોઠવવામાં આવે, તમારે ઊંડો શ્વાસ ભરવાનો અને તેમાં આવતી 40 ટકા ઓક્સિજન હોય, આથી આપણામાં ઉર્જા વધે, હતાશા દૂર થાય છે.
આપણને ઓક્સિજન લેવાની જરૂર શા માટે છે? આજે લોકો સામાન્ય હવામાં શ્વાસ લે છે, જેને પુરતો ઓક્સિજન મળતો નથી. હાલ, દિલ્હી જેવાં શહેરો પ્રદુષિત થઈ ગયાં છે. જેથી ઓક્સિજનની ઉણપ દેખાય છે. તેની પુરતી માટે વૃક્ષો જ મુલાધાર છે, આપણે જાણીએ છીએ કે હવામાં સામાન્ય રીતે ૨૩ ટકા ઓક્સિજન હોય છે.
આપણે દર મિનિટે શ્વાસમાં 8 લીટર જેટલી હવા ફેફસામાં ભરીએ એ જરૂરી છે, એટલે કે રોજની ૧૧,૦૦૦ લિટર હવા શ્વાસમાં ભરવી જોઈએ, હવામાં 19.5 ટકા ઓક્સિજન હોવો જરૂરી છે, આપણા શ્વાસમાં 19.5 ટકા ઓક્સિજન ફેફસામાં આવે છે. એમાંથી માત્ર 5 ટકા જ આપણે વાપરીએ છીએ. બાકીનાં 14.5 ટકા ઉચ્છ્વાસમાં પાછો બહાર ફેંકાય જાય છે. આ હિસાબે જીવવા માટે રોજ 550 લિટર ઓક્સિજનની જરૂર હોય છે. આટલો ઓક્સિજન મેળવવા માટે 7 વૃક્ષો હોવા જોઈએ. પરંતુ વૃક્ષો છે કેટલાં?
ગુજરાતમાં આશરે 35 કરોડ વૃક્ષો છે. જે મોટેભાગે ગામડાઓમાં જ છે. ગામડામાં સરેરાશ વ્યક્તિદીઠ 5.5 વૃક્ષ છે. જયારે શહેરોમાં 100 નાગરિક વચ્ચે 11 વૃક્ષો છે. એટલે કે દર 10 નાગરિકો વચ્ચે એક વૃક્ષ ઓછા છે માટે હવામાં પ્રાણવાયુની ઘટ પડે છે, જો હવામાં ઓક્સિજન 10 ટકા થઈ જાય તો મગજ કામ કરવાનું બંધ કરી દે છે, આપણી વિવેક અને બુધ્ધિ સ્થિર થઈ જાય, અને જો ઓક્સિજન 6 ટકા થઈ જાય તો બધા જ જીવ મૃત્યુ પામે છે.
શહેરમાં ફ્લેટમાં રહેનારા લોકો પાસે જમીન હોતી નથી, કે વૃક્ષો વાવી શકે, આવા લોકો ઘરની બાલ્કની, ટેરેસ પર, નાના છોડ વાવી શકે છે, આ છોડને પ્રકાશ મળતા ઓક્સિજન બનાવે છે, દરેક પાંદડું દર એક કલાકે પાંચ મિલિલીટર ઓક્સિજન આપતું રહે છે, વ્યક્તિગત ઓક્સિજનની ઘટ પૂર્ણ કરવા માટે 300 કુંડામાં નાના છોડ ઉછેરી ઘટ પૂર્ણ કરી શકાય છે. શું દરેક ઘરમાં આટલાં છોડ વ્યક્તિદીઠ હોય છે? છોડ ન હોય તો વ્યક્તિદીઠ 6 વૃક્ષ હોય છે?
મહાનગરની ગીચ વસ્તીઓમાં હવામાં પણ ઓક્સિજન 19.5 ટકા હોવાને બદલે 16,17,18 ટકા જ જોવા મળે છે. આથી, લોકો થાકેલા , હતાશ જોવા મળે છે, તો ચાલો વધુ સ્થિતિ ન બગડવા દેવી હોય તો ઘરની આસપાસ ઓછામાં ઓછા 8 થી 10 વૃક્ષો વાવીએ.
वृक्षं रक्षति रक्षति:
વૃક્ષોની જે રક્ષા કરે છે,
તેનું રક્ષણ વૃક્ષો કરે છે.
` ભરતભાઈ પરમાર