gajeravidyabhavanguj
પર્યાવરણ નું જતન સમગ્ર સૃષ્ટિનું જતન
Plant a tree today and let it be a testament to your love for nature and your dedication to a sustainable future.

પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણદેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરેજે આપણી આસપાસ છે, જેમાં તમામજીવંત જીવો રહે છે, તેને પર્યાવરણ કહેવાય છે.૫ર્યાવરણ એટલે માનવની આસપાસ રહેલસામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિકઅને રાસાયણિક ઘટકો નુંમાળખું. સામાન્ય અર્થમાં કહીએતો ૫ર્યાવરણ એટલે આસપાસનું આવરણ. અંગ્રેજીમાં ૫ર્યાવરણ માટે Environment શબ્દવ૫રાય છે. જે ફ્રેન્ચ શબ્દ Environment ૫રથીઉતરી આવ્યો છે. જેનો અર્થ ”૫ડોશ” એવો થાયછે.
“🌳🌳છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં ૫રમેશ્વરનો વાસ હોય છે🌳🌳”.
આપણા જીવનમાં પર્યાવરણ ખૂબ મહત્વનું છે, પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે. જો આપણે આજે જીવંત હોઈએ તો તેમાં ૫ર્યાવરણનો મોટો હાથ છે. એક સારું અને સ્વચ્છ ૫ર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરે છે.માનવ જીવન એ ૫ર્યાવરણને આભારી છે. તેથી માનવી જે ઝાડની ડાળી ૫ર બેઠો છે જેના ૫ર તે મોટો થયો છે તે ડાળીના સંવર્ધન અને સંરક્ષણ ની જવાબદારી તેણે સ્વીકારવી જ ૫ડે. અમેરિકાના પ્રકૃતિ શાસ્ત્રી સ્વ રાસેલ કોર્સ ૧૯૬૨માં તેમના પુસ્તક સાયલન્ટ સ્પ્રિંગમાં ચેતવણી આપી હતી કે માનવી કુદરત પર વિજય મેળવવાની ઘેલછા છોડશે નહીં તો તેના હાથે જ નક્કી આ પૃથ્વીનો વિનાશ કરશે.
યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 1872માં સ્ટોકહોમ કોન્ફરન્સમાં ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો. વૈશ્વિક સ્તરે પર્યાવરણ સુરક્ષા માટે લોક જાગૃતિ ઊભી થાય અને રાજકીય રીતે ચોક્કસ દિશામાં પગલાં લેવાય તેવા હેતુસર દર વર્ષ ૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાાં આવ્યુ. આ અંતર્ગત 5 જૂન 1974ના રોજ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૪માં યોજાયેલા પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ only one Earth એટલે કે “ફક્ત એક જ પૃથ્વી” હતી.સને. ૧૯૮૭માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જુદા જુદા દેશોના યજમાન પદ હેઠળ યોજવાનું નક્કી કરવામાં આવ્યું. જે અન્વયે વર્ષ 2018 માં ૪૫મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશભારતહતો. વર્ષ 2018 ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી ની થીમ ”beat plastic pollution” એટલે કે ”પ્લાસ્ટિક પ્રદૂષણને નાથો” એવી હતી.
વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી એ એક પ્રતીક છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યક્તિથી સમષ્ટિ અને જીવથી શિવનો વિચાર થયેલો જ છે. આપણે તો પ્રકૃતિ-પ્રભુ પર્યાવરણના અસ્તિત્વ નો સ્વીકાર કરીને સૌનું સન્માન-સૌની રક્ષા એકબીજા આધારિત પૂરક બનવાની ભાવનાથી સમગ્ર બ્રહ્માંડને પરીવાર ભાવે જોડાનારા લોકો છીએ. છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરને વરેલી આ સંસ્કૃતિમાં ભગવાન બુદ્ધ પર્યાવરણ પ્રતિબદ્ધતા નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.પર્યાવરણ પ્રિય રાષ્ટ્ર-રાજયથી ભાવિ પેઢીને સ્વચ્છતા-સ્વસ્થતા આપવાનું દાયિત્વ યુવાવર્ગે નિભાવે તે સમયની માંગ છે. તેથી જ વિશ્વ ૫ર્યાવરણ દિનની ઉજવણી માટે શાળા કોલોજો ખાતે વિવિઘ કાર્યક્રમો યોજવા તથા ૫ર્યાવરણ જાગૃતિ લાવવા ૫ર વિશેષ ભાર આ૫વામાં આવે છે. આપણી શાળા ગજેરા વિદ્યાભવનમાં પણ નવા સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓએ વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણીમાં ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. જગતના આધારશિલા અને ફેફસા સમાન પર્યાવરણને બચાવવા સમાજને જાગૃત કરવા માટે વિદ્યાર્થીઓએ પણ પોતાની સ્પીચ, પોસ્ટર મેકિંગ તથા વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર અંગેની માહિતી આપવાનો નાનેરો પ્રયાસ કર્યો હતો.
🌳🌳જ્યારેવૃક્ષો વાવશેતમામ મનુષ્ય;
ત્યારેથશે માનવનું કલ્યાણ..🌴🌴
રાષ્ટ્રીય અને પર્યાવરણની જાળવણીની રાજ્ય સરકાર અને જનસમુદાયની સંયુક્ત જવાબદારી છે. સમગ્ર વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ નો સામનો કરી રહ્યું છે ત્યારે આપણી આવનારી પેઢીનો પણ આપણે વિચાર કરી પર્યાવરણનું જતન કરવા આહવાન કરીએ તે યોગ્ય છે. પર્યાવરણનું જતન એ આપણા ધર્મ સંસ્કારોમાં વારસામાં મળેલું છે.
વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બન્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું શ્રેષ્ઠ જતન કરી ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી, હરિયાળી અને સમૃદ્ધ વારસો આપીએ તે ઇચ્છનીય છે.
પર્યાવરણ એ ભાવિ સંતાનો માટે જગત નિર્માતાએ આ૫ણને સાચવવા આપેલી અને કિંમતી અનામત છે જ્યારે આવી અમૂલ્ય જીવનદાયી અનામત આપણને સાચવવા આપે ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે
☘️🌳🌳पर्यावरण है हम सबकी जान, इसलिए करो इसका सम्मान।🌱🌱🌱🌳🌳