gajeravidyabhavanguj
"પર્યાવરણ કી રક્ષા હી, દુનિયા કી સુરક્ષા"
“આવો સૃષ્ટિની શોભા વધારીએ, એક વૃક્ષ જરૂર વાવીએ..”

પર્યાવરણ શબ્દો 'પરી' અને 'આવરણ' એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર એટલે કે આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે પર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો માનવની આસપાસ રહેલ સામાજિક, આર્થિક, જૈવિક, ભૌતિક અને રાસાયણિક ઘટકોનું માળખું એટલે પર્યાવરણ. જેમકે છોડ, પશુ-પક્ષી, પાણી, પ્રકાશ, હવા, માટી વગેરે.
આપણે ખૂબ જ સુંદર ગ્રહ પૃથ્વી પર રહીએ છીએ. પ્રકૃતિ આપણી શ્રેષ્ઠ મિત્ર છે. જે આપણને પૃથ્વી પર જીવવા માટે જરૂરી સંસાધનો પુરા પાડે છે. પ્રકૃતિએ ભગવાનને આપણને આપેલી અમૂલ્ય ભેટ છે.
"પ્રકૃતિ કા ન કરે હરણ, આવો બચાયે પર્યાવરણ"
આજે આધુનિકરણના નામે આપણે જળ વાયુ ધરતી અને આકાશ બધું જ પ્રદૂષિત કરી દીધું છે. ભૌતિક સુખ-સુવિધાઓ ઉભી કરવાની હોડમાં માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પંખી અને જંગલી પ્રાણીઓનું જીવન પણ મુશ્કેલ કરી દીધું છે. જો માનવી આ જ રીતે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરતો રહેશે તો દુનિયા નષ્ટ થતાં વાર નહિ લાગે.

આપણે જીવન ટકાવી રાખવું હશે અને આપણી ભાવિ પેઢીને સમૃદ્ધ કુદરતી સંપત્તિનો વારસો આપવો હોય તો પર્યાવરણ ને બચાવવું જ પડશે. લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તારીખ: ૫મી જૂન "વિશ્વ પર્યાવરણ દિન" તરીકે ઉજવાય છે. આજરોજ અમારા બાલભવનમાં પણ પર્યાવરણની ઉજવણી કરવામાં આવી. જેમાં શિક્ષકોએ બાળકને પર્યાવરણનું મહત્વ નાટક દ્વારા સમજાવ્યું અને પર્યાવરણ દિવસ કેમ ઉજવવામાં આવે તેની માહિતી આપી.
બાળકોએ પ્લાસ્ટિકની બોટલનો ફરી ઉપયોગ કરી તેમાં વૃક્ષારોપણ કર્યુ. ઘરના કચરામાંથી (શાકભાજી ના છોતરા, પેપર) વગેરેમાંથી ખાતર બનાવ્યું. વીજળી અને પાણી બચાવવા ની સમજ નાનકડી નાટક કૃતિ દ્વારા આપી તેમજ બાળકોએ પોતાની કાલીઘેલી ભાષામાં પર્યાવરણ બચાવો પર ખૂબ જ સુંદર ગીત રજુ કર્યુ.
"વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે, ઔધૌગિક એકમો, શિક્ષણ ક્ષેત્ર, વ્યવસાયિક ક્ષેત્રની સાથે કૃષિ ઉધોગ ને પણ સંરક્ષણ અને સર્વધન થકી ટકાઉ બનાવીએ.