gajeravidyabhavanguj
"પરિણામ એ સખત મહેનત અને નિષ્ફળતામાંથી શીખવાની સફળતા છે"
વિદ્યાર્થીઓ ઓનલાઈન કે ઓફલાઈન આખું સત્ર ભણ્યા તેના મૂલ્યાંકન રૂપે પ્રથમ સત્રાંત પરીક્ષા નું આયોજન થયું હતું. તે પરીક્ષામાં ધોરણ ૧ થી ૭ ના વિદ્યાર્થીઓ એ પોતાની ક્ષમતા મુજબ પરીક્ષા આપી હતી.
કાર્ય કરીએ તો તેનું ફળ તો અવશ્ય મળે છે.જેને આપણે પરિણામ કહીએ છીએ.ગજેરા વિદ્યાભવન માં ધોરણ ૧ થી ૫ માં વિદ્યાર્થીઓએ Online Exam આપી હતી.અને ધોરણ ૬ અને ૭ના વિદ્યાર્થીઓ એ ઓફલાઈન offline Exam આપી હતી.તેના પરિણામ સ્વરૂપ તારીખ 27/10/2021 ના રોજ ગજેરા વિદ્યાભવન માં ધોરણ 1 અને 2 નું પરિણામ રાખવામાં આવ્યું હતું.તારીખ 28/10/2021 ના રોજ ધોરણ 3 અને 4 નું પરિણામ આપવામાં આવ્યું હતું.અને તારીખ 29/10/2021 ના રોજ ધોરણ 5,6 અને 7 નું પ્રથમ સત્રાંત પરીક્ષાનો પરિણામ આપવામાં આવ્યું.
શિક્ષકોએ વાલીશ્રીઓને તેઓના બાળકોના અભ્યાસ લક્ષી જરૂરી ચર્ચા પણ કરી હતી. બાળકોના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.