top of page
  • Writer's picturegajeravidyabhavanguj

પરીક્ષાનો હાઉ અને સ્ટ્રેસ છે તો આ રીતે દૂર કરી શકાય.

Updated: Apr 18, 2022

બાળકોની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે બાળકોને અને તેમના માતાપિતાને પરીક્ષાનો સ્ટ્રેસ થાય એ આજકાલ સ્વાભાવિક થઇ ગયું છે. હકીકતે પરીક્ષા એ ભણતરનો જ એક ભાગ છે અને દરેક વિદ્યાર્થીએ એને એક ભાગ તરીકે સમજીને પરીક્ષા આપવાની છે, જેમાં માતાપિતાએ પોતે કે પોતાના બાળકને પરીક્ષા નામના હાઉથી દૂર રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ એનાથી ઊલટું અ જ આજકાલ જોવા મળે છે.

જો બાળક પર માતાપિતાએ આખું વર્ષ યોગ્ય રીતે ધ્યાન આપ્યું હોય અને નિયમિત અભ્યાસનો મહાવરો કરાવ્યો હોય તો પરીક્ષાના સમયનો આ હાઉ કયાંય નડતો નથી. પરીક્ષા પણ આખું વર્ષ કે નિયત સમયગાળા દરમ્યાન જે ભણ્યા અને સમજ્યા તેના જ મૂલ્યાંકન માટે હોય છે.કોર્સ બહારનું તો કશું પૂછવાનું નથી હોતું, પછી આ હાઉ રાખવાનો શો મતલબ?

ટૂંકમાં પરીક્ષા આવશે અને જશે અને તમારા જીવનમાં આવી કઈ કેટલીય પરીક્ષાઓ આવતી જતી રહેશે.આથી મગજ માંથી પરીક્ષાનો ભય દૂર કરી માત્ર સારા પરિણામ માટે મહેનત કરવા પર ધ્યાન આપશો તો પરિણામ આપોઆપ સારું જ આવશે. બાકી સ્ટ્રેસ, ભય અને દબાણમાં પરીક્ષા આપવાથી પરિણામ સારું ક્યારેય ના આવી શકે એ હકીકત છે, જે યાદ રાખવી.

અંતમાં ગજેરા પરિવાર તરફથી પરીક્ષા આપતા સૌ બાળકોને ખુબ ખુબ શુભકામના.....


532 views0 comments
bottom of page