gajeravidyabhavanguj
પરીક્ષાનું મહત્વ
વિદ્યાર્થી જીવનમાં પરીક્ષાનું ખૂબ જ મહત્વ હોય છે. પરીક્ષા એટલે એવી રીક્ષા કે જેમાં સવાર થઈને જ આપણે સહું આગળ વાદ્જીએ છીએ પછી તે શાળામાં પરીક્ષા હોય, કોલેજમાં પરીક્ષા હોય, ઘરમાં ગૃહિણીની પરીક્ષા હોય, ઓફિસમાં પુરૂષોની પરીક્ષા હોય કે પછી જીવનના માર્ગ પર આવતી અન્ય પરીક્ષા હોય. વિદ્યાર્થી વર્ષમાં બે કે ત્રણ વાર પરીક્ષાથાય છે. જયારે વિદ્યાર્થીની પરીક્ષા હોય ત્યારે એકબાજુ ચિંતા હોય છે. તો બીજી બાજુ ખુશી પણ હોય છે કેમ કે આ સમયે તેમની મહેનતનો રંગ જોવા મળતો હોય છે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ દુનિયાની સુઘ ભૂલીને માત્ર તેના અભ્યાસમાં જ ધ્યાન આપે છે. ખાવા-પીવાનું બધું ભૂલી જાય છે અને સાથે ઊંઘવાનું પણ, માત્ર ચોપડીઓ લઈને આખો દિવસ વાંચ્યા જ કરે છે.પરંતુ પરીક્ષાનું મહત્વ કંઈક જુદું જ છે અભ્યાસએ શીખવા માટે છે અને પરીક્ષા શીખેલાના માપન માટે છે.

પરીક્ષાએ જીવનના સાતત્ય માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવનતો શક્ય જ નથી. કારણકે જીવનના ડેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પાડે છે. એટલે પરીક્ષા એક પ્રકારે તો જીવનની શાશ્વત જરૂરિયાત છે. ઘણા લોકો જણાવતા હોય છે કે કસોટી(પરીક્ષા) વિદ્યાર્થીને કોસે છે. પરંતુ કહેવાય છે કે “ कसोटी कसती है, कसोटी कोशने के लिए नहीं होती |” એટલે કે પરીક્ષાઓ જ વિદ્યાર્થીને ભવિષ્ય સાથે લડવા સક્ષમતા આપે છે. પરીક્ષા વિદ્યાર્થીના વિકાસ માટે જરૂરી છે એને સ્વીકારવી જોઈએ એને નજર અંદાજ કરવાથી આપણે જ આપણું નુકશાન કરતાં હોઈએ છીએ.

વિદ્યાર્થીની અંદર એવું તો કેટલુય બધું છે જે પરીક્ષાની એરણ પર મુકાયા પછી જ આપણને મળે છે એટલે મહત્વનું એ નથી કે આપણે એનો વિરોધ કરીએ, મહત્વનું એ છે કે આપણે વિદ્યાર્થીની અંદર રહેલા સામર્થ્યને ઓળખીએ કારણકે વિદ્યાર્થીની અંદર રહેવું સામર્થ્ય જ વિદ્યાર્થીને પોતાના માટે કંઈક અલગ કરવાની પ્રેરણા આપે છે પરીક્ષાએ પ્રેરણા મેળવવાનો માર્ગ છે એને અવસર સમજીને સ્વીકારવું જ રહ્યું.

પ્રાચીન સમયમાં બાળક વિદ્યાભ્યાસ માટે ગુરુના આશ્રમમાં જતો અને ત્યાં તેને અશ્વવિદ્યા, આયુર્વેદ, શસ્ત્રવિદ્યા અને વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરાવવામાં આવતું. અધ્યયન પૂર્ણ થયા બાદ ગુરૂજી તેના સામર્થ્યન પરીક્ષા લેતા. હાલ શાળા,કોલેજમાં આખું વર્ષ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓની કસોટી લેવામાં આવે છે તો જે વિદ્યાર્થી આ કોરોનાની મહામારી વચ્ચે સતત અભ્યાસમાં ચિંતિત બની ‘ઓનલાઈન એજ્યુકેશન’ પ્રાપ્ત કર્યું હોય તો તેવા વિદ્યાર્થીના સામર્થ્યની કસોટી થવી જ જોઈએ ને!હાલના સજોગોમાં કોરોનાની મહામારીનો આખો દેશ સામનો કરો રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીના સ્વાસ્થ્યના હિત માટે સરકાર

શ્રી દ્વારા માસ પ્રમોશનનો નિર્ણય લેવાયેલ છે. તો ઘણા વિદ્યાર્થીઓ આ સમાચાર સાંભળીને આનંદમાં આવી ગયા અને જણાવતા કે ‘અમે પરીક્ષાના ટેન્શનથી મુક્ત થઇ ગયા.’ પરંતુ ગજેરા વિદ્યાભવનના બાળકો આ નિર્ણયથી વાકેફ હોવા છતા હોશે-હોશે આનંદપૂર્વક 96% વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપી રહ્યા છે. જે ખરેખર આનંદની બાબત છે. વાલીશ્રીઓ પણ બાળકની વાર્ષિક પરીક્ષા બાબતે ખૂબ જ સજાગ છે. જે એક ગર્વની બાબત છે. બાળકો પ્રમાણિક બનીને પોતાના ઘર બેઠા જ ‘ઓનલાઈન’ પરીક્ષા આપી રહ્યા છે.
આમ, પરીક્ષા દ્વારા જ બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિને જાણી શકાય છે. અને બાળકમાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવા આપણો સહિયારો પ્રયત્ન ખૂબ જ જરૂરી છે. આભાર....