top of page
  • Writer's picturegajeravidyabhavanguj

“પતંગિયું કે મમ્મી ઝટ પાંખો પહેરાવ, ઉઘડી ગઈ છે સ્કુલ અમારી ઝટ હું ભણવા જાઉં...”

"એક વર્ગખંડ રાહ જુએ છે, કે ક્યારે નાના નાના બાલુડાઓની કિલકારી થી એ ગુંજશે,

શાળાના પ્રાંગણ ની ઈચ્છા છે કે તેની ધૂળ, નાના નાના ખિસ્સાઓનો હિસ્સો બને,

શાળાના ઝુલા ને ફિકર છે કે, ક્યારે એની પાટલી એ બેસવા નિત્ય હરીફાઈ થશે,

એક શિક્ષકને તત્પરતા છે કે, ક્યારે એ નાના નાના બાળકોની આંખોમાં રહેલી વિસ્મયતા જોશે."

"અનેક અટકળો, થોડી ગભરાટ અને એક અલગ લાગણીની ઉમ્મીદ સાથેના જીવનનો નવો પરિચય એટલે શાળા જીવનનો પ્રથમ દિવસ"

જ્ઞાનની શરૂઆત હંમેશા જીવનના પ્રાથમિક તબક્કા એટલે કે બાલભવનથી થાય છે. બાળક અને શિક્ષણ જે એકબીજાના પૂરક છે. વિદ્યાર્થી જીવન એ માનવજીવનનો સુવર્ણ યુગ છે.

વિદ્યાર્થી એટલે શાળાનું ધબકતું હૃદય. દરેક બાળકના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. શાળા જીવનનું મહત્વ એટલા માટે છે કે તેના કારણે જીવનનું ભાથું, શિસ્ત, વ્યવસ્થા જેવા ઘણા જીવન મૂલ્યોનું શિક્ષણ મળે છે. વિદ્યાર્થી જીવનના અનેક પ્રસંગો માનવીને જીવનભર યાદ રહે છે. તેમાં પણ શાળાનો પ્રથમ દિવસ બાળકના જીવનમાં અવિસ્મરણીય બની રહે છે.

શાળાનો પ્રથમ દિવસ દરેક વ્યક્તિને અલગ અલગ રીતે યાદ રહે છે. કોઈ વિદ્યાર્થી આનંદ સાથે, કોઈ વિદ્યાર્થી ખૂબ ઉત્સાહ સાથે અને ઉમંગ સાથે નવા સપના લઈ શૈક્ષણિક જીવનનો આરંભ કરે છે. માતાનો મમતામય પાલવ અને કુટુંબીજનોની હુંફ છોડી બાળક શિક્ષકની આંગળી પકડીને શિક્ષણ જગતમાં પ્રવેશ કરે છે અને કાળી પાટી અને પેન પકડી અક્ષરો ઘૂંટવાની સાથે શિક્ષણ કાર્ય નો પ્રારંભ થાય છે.

બાળક જ્યારે શાળાએ જવાનું શરૂ કરે એ પછી જ તેના પદ્ધતિસરના શિક્ષણની શરૂઆત થાય છે. શાળાનો પ્રથમ દિવસ વાલી શ્રી તેમજ બાળકના જીવનમાં યાદગાર બની રહે તે માટે આજરોજ અમારી શાળાના પ્રથમ દિવસે બાળકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સમગ્ર શાળાને સુંદર રીતે સજાવવામાં આવી હતી. શિક્ષકોએ સુંદર ડાન્સ કૃતિ રજૂ કરી, કુમકુમ તિલકથી બાળકોને આવકાર્યા. માં સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી વડીલોના આશીર્વાદ મેળવ્યા.

આમ નવી આશા, નવા ઉમંગ અને ઉત્સાહની સાથે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ની શરૂઆત કરી.


793 views0 comments
bottom of page