gajeravidyabhavanguj
નેશનલ સાયન્સ ડે

28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીયવિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ભૌતિકશાસ્ત્રી ડૉ.સી.વી.રામન દ્વારા મહાન શોધ ‘રમન ઈફેક્ટ’ ની પૃષ્ઠી 28 ફેબ્રુઆરી 1928 ના દિવસે કરવામાં આવી હતી. વિજ્ઞાનક્ષેત્રે તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને નેશનલ કાઉન્સીલ ફોર સાયન્સ & ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા ભારત સરકારે 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે મનાવવાની સલાહ આપી હતી. આ દિવસે શ્રીમતી એસ. એચ. ગજેરા વિદ્યાભવન કતારગામ શાળાના ધોરણ 8 અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણીય સમસ્યાઓ અને તેના નિવારણ માટે આયોજન કરેલ હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિ જેમ કે, વકતૃત્વ સ્પર્ધા, P.P.T Presentation અને Science Model વગેરેમાં ભાગ લીધો હતો. જેના નિર્ણાયક તરીકે નવયુગ સાયન્સ કોલેજ, રાંદેર રોડ એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. પિનાંક એચ જરીવાલા, ડૉ. કેતકી મિસ્ત્રી તથા મિસ્ટર અનુરાગ કડવે એ મહત્વની ફરજ નિભાવી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ સમ્રગ કાર્યક્રમનું સંચાલન સાયન્સટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન શાળાના આચાર્યશ્રી ડૉ. ભાવેશભાઈ ઘેલાણી તથા સુપરવાઈઝર ધારાબેન, કિશોરભાઈ બાળકોને પ્રોત્સાહિત કરેલ તથા માર્ગદર્શન આપેલ હતું.