gajeravidyabhavanguj
નેશનલ સાયન્સ ડે...
Updated: Mar 3, 2022
28 મી ફેબ્રુઆરી એટલે. આ દિવસની ઉજવણીનાં ભાગરૂપે આજરોજ ગજેરા વિદ્યાભવનમાં ધો 7 થી 12 નાં વિદ્યાર્થીઓએ સાયન્સનાં જુદા-જુદા પ્રોજેક્ટ, મોડેલ તથા વિવિધ સાયન્સ આધારિત કૃતિઓ રજૂ કરીને એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 80 જે વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ રજુ કર્યા હતાં. આ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવા માટે આજના મુખ્ય મહેમાન તરીકે માલીબા યુનીવર્સીટીનાં પ્રાધ્યાપક ડૉ.નિલેશભાઈ પંડયા ઉપસ્થિત રહ્યાં હતાં. તથા બાળકોની કામગીરીને મૂલ્યાંકન કરીને બિરદાવી હતી. આ વિજ્ઞાન મેળાનું આયોજન કરનાર વિજ્ઞાન ટીમને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને જુદી જુદી કૃતિઓ તૈયાર કરાવી હતી. આમ, ખરેખર બાળકોમાં વિજ્ઞાન વિષયનો અભિગમ વધે તથા નવી સંશોધન વૃતિને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વિજ્ઞાન વધે તથા નવી સંશોધન વૃતિને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીમીટીંગમાં આવનાર વાલીઓએ પણ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ પ્રસંશા કરી હતી. આમ, આ વિજ્ઞાન મેળાની અસરકારક કામગીરી માટે શાળા પરિવાર સૌને અભિનંદન પાઠવે છે.
28 ફેબ્રુઆરી 1928 એ ભારતીય ઈતિહાસનો એક મહત્વનો દિવસ હતો, કારણ કે આ જ દિવસે આપણા ભારતના રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ડૉ. ચંદ્રશેખર રમણ ધ્વારા એક મહાન શોધ કરવામાં આવી હતી. જેની નામ હતું રામન ઈફેક્ટ. તેઓ તામિલ બ્રાહ્મણ હતા અને ભારતનાં કોઈ સંશોધન કાર્ય કરનાર પ્રથમ વ્યક્તિ હતા. તેમણે 1907 થી 1933 દરમિયાન ઈન્ડિયન એસોસિએશન ઓફ ધ કલ્ટીવેશન ઓફ સાયન્સ, કોલકાતા, પશ્વિમ બંગાળમાં કામ કર્યું. આ સમય દરમિયાન તેમણે ઘણા વિષયો પર સંશોધન કાર્ય કર્યું. જેમાં રામન ઈફેક્ટ નામની તેમની શોધ વિશેષ શોધ બની હતી. તેમના પ્રયત્નો માટે, તેમને વિવિધ પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા અને વર્ષ 1930 માં તેમને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેમના મહાન પ્રયાસને હંમેશા માટે ભારતીય લોકોના હ્રદયમાં સ્થાન આપવા યાદ સ્વરૂપે વર્ષ 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન ધ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર ભલામણ કરવામાં આવી ત્યારથી ભારતીય વિજ્ઞાનના ક્ષેત્રમાં 28 ફેબ્રુઆરી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ભારતની વૈજ્ઞાનિક, શૈક્ષણિક, તબીબી, તકનીકી અને સંશોધન સંસ્થાઓ સહિત તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો અને સંશોધકો ધ્વારા આ દિવસની ખૂબ જ ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તદઉપરાંત ભારતીય બાળકોને વિજ્ઞાન વિષય તેમની કારકિર્દી તરીકે પસંદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેથી કરીને આપણા દેશની આવનારી પેઢી વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી શકે. જેથી આપણો દેશ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધુ વધુ પ્રગતિ કરી શકે.
આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રામન ઈફેક્ટ અને ડૉ. ચંદ્રશેખર રામનને આદર આપવાનો હતો. આ ઉપરાંત તેના અન્ય ઘણા હેતુઓ પણ હતા જે નીચે મુજબ છે.
1. આપણા રોજીંદા જીવનમાં ઉપયોગી વિવિધ વૈજ્ઞાનિક શોધો અને આવિષ્કારોનું મહત્વ જણાવવું.
2. માનવ કલ્યાણ અને પ્રગતિ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તમામ પ્રવૃતિઓ, પ્રયત્નો અને સિધ્ધિઓ દર્શાવવી.
3. દેશમાં અને વૈજ્ઞાનિક વિકાસ માટે આ દિવસે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને આ દિવસે નવી તકનીકોનો અમલ પણ કરવામાં આવે છે.
4. દેશમાં એવા ઘણા લોકો છે, જેઓ વૈજ્ઞાનિક વિચાર ધરાવે છે, આ લોકોને તક આપવી અને તેમનાં કામ માટે પ્રોત્સાહિત કરવું એ પણ આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય છે.