gajeravidyabhavanguj
નેશનલ સ્પોર્ટ્સ ડે

29 ઓગષ્ટનો દિવસ એટલે ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ આપણા દેશમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 29 ઓગષ્ટ 1905 માં હોકીના જાદુગર દયાનચંદનો જન્મ થયો હતો. તેમના જન્મ દિવસને ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે ઊજવવામાં આવે છે.
દયાનચંદનો જન્મ ઉત્તરપ્રદેશમાં પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. તેમને બાળપણથી જ રમત-ગમતમાં શોખ હતો. તેમણે રમતમાં ખુબ જ સફળતા મેળવી હતી. તેથી તેને હોકીનાં જાદુગર તરીકે ઓળખવામાં આવતાં હતાં. ઓલ્યમ્પિકમાં દયાનચંદે ભારત માટે 1928, 1932, 1936 ના વર્ષોમાં ભારત માટે ‘ગોલ્ડમેડલ’ જીત્યા હતાં. તેથી ભારત સરકારે વર્ષ 1956 માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતાં.
વર્ષ 2021-22 માં ઓલ્યમ્પિક રમત ઉત્સવમાં ભારતે મહત્વનું યોગદાન આપેલ છે. જેમાં ભારતે એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ અને 4 બ્રોંજ મેડલ આમ, કુલ 7 મેડલ પ્રાપ્ત કર્યા હતાં.
ક્રમ મેડલ વિજેતાનું નામ રમતનું નામ 1 ગોલ્ડ મેડલ નિરજ ચોપડા ભાલાફેંક 1 સિલ્વર મેડલ રાયકુમાર કુસ્તી 1 બ્રોન્જ મેડલ મીરાબાઈ ચાન્નું વેઈટીંગ (વજન) 1 બ્રોન્જ મેડલ પી.વી.સિંધુ બેડમિન્ટન 1 બ્રોન્જ મેડલ બજરંગ યુનિયા કુસ્તી
ગજેરા વિદ્યાભવનમાં પણ ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ના ભાગરૂપે રમત-ગમતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈનાં માર્ગદર્શન નીચે પાંચ જેટલી રમતોનું આયોજન કરવામાં આવેલ તથા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઈનામોનું વિતરણ પણ કરવામાં આવેલ છે.
આમ, ગજેરા વિદ્યાભવનમાં શૈક્ષણિક કાર્ય સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓમાં રહેલ સુષૃપ્ટ શક્તિ ખીલે છે. દરેક વિદ્યાર્થી તથા વાલીમિત્રોને ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ની શુભકામનાઓ.