gajeravidyabhavanguj
નેશનલ મેથેમેટિક્સ ડે
Updated: Dec 23, 2021
તા.21-12-2021 ને ગજેરા વિદ્યાભવનમાં આવેલ કોન્ફરન્સ હોલમાં નેશનલ મેથેમેટીક્સ ડે નિમિત્તે ધો-10 નાં વિદ્યાર્થીઓ ધ્વારા “ગણિત ક્વિઝ કોમ્પીટીશન”નું આયોજન કરવામાં આવ્યું હતું, જે સ્પર્ધામાં કુલ 28 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ જેનાં આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, રામાનુજ, શકુંતલાદેવી, વરાહમિહિર, યુક્લીડ જેવા ગૃપોના નામેથી વિદ્યાર્થીને વહેચવામાં આવ્યાં હતાં. જેમાં ભાસ્કરાચાર્ય ગ્રુપનો પ્રથમ નંબર આવ્યો હતો તેમજ તા.22-12-2021 ના રોજ નેશનલ મેથેમેટિક્સ ડે નિમિત્તે શ્રીનીવાસન રામાનુજનની 125 મી જન્મ જયંતિ નિમિત્તે ધો-9 નાં વિદ્યાર્થી ધ્વારા ગણિતના વિવિધ મોડેલો, આકારો અને વર્કિંગ મોડેલ ધ્વારા નિયમો અન્ય વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા, આ બંને કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી ભાવેશભાઈ ઘેલાણી અને ધારાબેન તથા કિશોરભાઈ નો પુરતો સહયોગ મળ્યો હતો તથા શાળાનાં શિક્ષક આશિષભાઈ, સંદિપભાઈ, મહેશભાઈ, નીલભાઈ તથા ગૌરવભાઈ ધ્વારા બાળકોને મોડેલ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમનાં અંતે ‘ગણિત’ નું મહત્વ વિષે આચાર્યશ્રી ધ્વારા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.